ભારત વિકાસ પરિષદ દ્રારા દેશના વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિની ભાવના વધુ સુદ્રઢ અને બળવતર બને તેવા ઉમદા હેતુથી દર વર્ષે “રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા” નુ આયોજન કરવામાં આવે છે. આ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-૨૦૨૩ શાખા, પ્રાંત અને રાષ્ટ્રીય કક્ષાએ યોજવામાં આવનાર છે.
પ્રથમ મોરબી શાખા સ્તરે સ્પર્ધાની તારીખઃ ૧૩ ઓગસ્ટ ૨૦૨૩, રવિવાર, સ્પર્ધામાં રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ ૨૭ જુલાઈ ૨૦૨૩, શનિવાર
આ સ્પર્ધામાં ભાગ લેવાનાં નિયમો નીચે મુજબ છેઃ (૧)ભા.વિ.પ. ના મોરબી શાખાનાં વિસ્તારમાં આવેલ કોઈપણ શાળા ભાગ લઈ શકશે., (૨)આ સ્પર્ધામાં ધોરણઃ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે અને દરેક ટીમમાં ૬ થી ૮ વિદ્યાર્થીઓની સંખ્યા રહેશે., (૩)કોઈપણ સંગીત શાળાઓ કે સંગીત સંસ્થાઓ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહી., (૪)આ સ્પર્ધા હિન્દી તેમજ સંસ્કૃત એમ બે વિભાગમાં રહેશે, બે માંથી કોઈપણ એક વિભાગમાં ટીમ ભાગ લઈ શકશે.
(૫)ભાગ લેનાર દરેક ટીમએ સંગીત વાદ્યો તથા વાદકોને પોતાની સાથે લાવવાનાં રહેશે. વાદ્યોની સંખ્યા વધુ માં વધુ ત્રણ રહે તેમજ વિદ્યુત અથવા બેટરીથી ચાલતા વાદ્યોનો ઉપયોગ કરી શકાશે નહી., (૬) સ્પર્ધકોએ “રાષ્ટ્રીય ચેતના કે સ્વર” પુસ્તિકામાંથી જ કોઈ એક ગીત હિન્દી/સંસ્કૃત ભાષામાં ગાવાનું રહેશે. દરેક ટીમને ગીત રજૂ કરવા માટે ૭ મિનીટની સમય મર્યાદા રહેશે. દરેક ગીતનો રાગ કે ઢાળ YouTube પર જોવા-સાંભળવા મળશે.
(૭) “રાષ્ટ્રીય ચેતના કે સ્વર” પુસ્તિકાની સોફ્ટકોપી તમે નીચે જણાવેલ સંયોજક અથવા સહસંયોજકનો સંપર્ક કરી મેળવી શકો છો., (૮)કુલ ૧૦૦ ગુણ રહેશે જે સંગીત યોજના, સ્વર, તાલ, ઉચ્ચારણ તથા પ્રસ્તુતીકરણ વગેરેમાં વહેંચાયેલ રહેશે.,
(૯)સ્પર્ધામાં શાખા સ્તરે પ્રથમ આવનાર ટીમ આગળના સ્તરે મોરબીનું પ્રતિનિધિત્વ કરશે. જેની વધારે માહિતી વિજેતા ટીમને આપવામાં આવશે., (૧૦)સ્પર્ધામાં વિજેતા થયેલ ટીમના તમામ સદસ્યોને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે તથા ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે., (૧૧) સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છિત ટીમએ નીચે જણાવેલ સંયોજક અથવા સહસંયોજકનો સંપર્ક કરી ફોર્મ મેળવી લેવું આવશ્યક છે.
સ્પર્ધાનાં બધા નિયમો તથા માહિતી ફોટોમાં દર્શાવેલ છે તેમ છતાં જો વધારે કંઈપણ માહિતીની આવશ્યકતા હોય તો સ્પર્ધાના સંયોજક અથવા સહસંયોજકને સંપર્ક કરવો.
પરેશભાઈ મિયાત્રા-સંયોજક મો. ૯૯૭૯૯૬૦૪૭૭, વિનુભાઈ મકવાણા-સહસંયોજક મો. ૯૭૨૩૩૭૯૧૭૧, હિંમતભાઈ મારવણીયા, મંત્રી ભારત વિકાસ પરિષદ-મોરબી, મો. ૯૮૨૫૯૬૨૭૭૦, ડો.જયેશભાઈ પનારા, પ્રમુખ ભારત વિકાસ પરિષદ મોરબી-મો. ૯૮૨૫૬ ૨૧૨૧૪