મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા 80 થી વધુ બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવ્યા

ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા આજે પુષ્ય નક્ષત્ર ના રોજ સુવર્ણપ્રાશનના વાર્ષિક પ્રોજેક્ટ અંતર્ગત કાલિકા પ્લોટ માં આવેલ આંગણવાડી ના 80 થી વધુ બાળકોને સુવર્ણ પ્રાશન ના ટીપાં પીવડાવવામાં આવ્યાં.

ઈન્ડિયન લાયન્સ ફાઉન્ડર કૌશિકભાઈ બૂમિયા નો જન્મદિવસ હોવાથી આંગણવાડી ના બાળકો સાથે કેક કટિંગ કરીને જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી. આ તકે ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ મયૂરીબેન કોટેચા એ ક્લબ ની પુરી ટીમ વતી કૌશિકભાઈ બૂમિયા ને જન્મદિવસ ની ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી