મોરબી : ભૂલી પડેલી દીકરીનું પરિવાર સાથે મિલન કરાવતી 181 અભયમ ટીમ

તારીખ 17/7/23 ના રોજ સાંજના સમયે એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 માં કોલ આવેલ કે એક 15 વર્ષ ની આસપાસ ની ઉંમર ની દીકરી મળી આવેલ છે અને ભૂલા પાડી ગયેલ એવુ લાગે છે માટે મદદ ની જરૂર છે.
ત્યાર બાદ 181 ના કાઉન્સિલર સેજલ પટેલ કોન્સ્ટેબલ રીટાબેન તેમજ પાયલોટ રાજભાઈ તે દીકરી સુધી પોંહચેલ. તે સજ્જન વ્યક્તિ એ જણાવેલ કે દીકરી સાયકલ પર એખલા હોય અને તેમની ઉંમર નાની હોવાથી ભૂલા પડી ગયેલ હોય એવુ લાગે છે માટે અભયમ ટીમ દ્વારા સૌપ્રથમ દીકરીને સાંત્વના આપી સરળતા પૂર્વક કાઉન્સિલિંગ કરેલ

તેમને જણાવેલ કે એમની માતા ને જાણ કર્યા વગર ઘરે થી નીકળી ગયેલ હોય અને રસ્તો ભૂલી ગયેલ હોવાથી ગભરાયેલ હોય માટે સાંત્વના આપેલ અને સમજાવેલ કે હવે પછી માતા પિતા ને જાણ કર્યા વગર ઘરેથી નીકળશે નહી અને પછી તે ક્યા રહે છે તેનું સરનામું જણાવ્યા પ્રમાણે તેમના માતા પિતા ને સોંપેલ.

ત્યાર બાદ તેમના માતા પિતા નું કાઉન્સિલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે આજુ બાજુ ના વિસ્તારમાં તેમજ ઘણા લોકો ને તેમની દીકરી બાબતે પૂછપરછ કરેલ પરંતુ કાંઈ ખબર મળેલ નહી અને તેઓ પણ ચિંતિત હતા માટે ટીમ દ્વારા તેમના માતા પિતા ને તેમની દીકરીનું ધ્યાન રાખવા જણાવેલ. આમ ટીમ દ્વારા ભૂલી પડેલ દીકરીનું તેમના પરિવાર સાથે મિલન કરાવેલ.