હળવદ : આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ પ્રમુખની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઈ

આવનારી ગુજરાત રાજ્યની 70 થી વધુ નગરપાલિકાની ચૂંટણી ની જાહેરાત ગમે તે ઘડીએ થઈ શકે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આ તમામ નગરપાલિકાઓની તમામ સીટો ઉપર પોતાના ઉમેદવાર ઊભા રાખી ચૂંટણી લડવા માટે તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે ત્યારે આજે હળવદ નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને હળવદ આમ આદમી પાર્ટી માટેની સમીક્ષા બેઠકનું આયોજન પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

જેમાં આવનારી નગરપાલિકાની ચૂંટણી કેવા કેવા મુદ્દાઓથી જીતી શકાય સહિત તમામ મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચાઓ કરી ડોર ટુ ડોર લોકો સુધી પહોંચવા માટેના મુદ્દાઓ વિશે ચર્ચાઓ કરવામાં આવી વધુમાં આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ સમીક્ષા બેઠક દરમિયાન ભાજપ કેવી રીતે લોકોને મૂરખ બનાવી લૂંટવાનો પ્રયાસ કરે છે તે વિશે લોકોને જાગૃત બનાવવા સહિતના મુદ્દે ચર્ચાઓ કરી હતી આ કાર્યક્રમમાં આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવી કોઈ ઇન્ચાર્જ પ્રણવભાઈ ઠક્કર હળવદ શહેર પ્રમુખ વિપુલ રબારી તેમજ કમલેશ ડઢાણીયા સહિતના પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા