વાંકાનેર ના સિનિયર પત્રકાર અયુબભાઈ માથકિયા આજે જન્મ દિવસ

નિષ્પક્ષ, નિડર, નિર્ણાયક અને ન્યાયીક ન્યુઝ માટે સતત પ્રજાનો અવાજ તથા કપ્તાન સાપ્તાહિકના તંત્રીને સવારથી શુભેચ્છાનો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 51 પુરા કરી 52 માં મંગલ પ્રવેશ.

વાંકાનેર તાલુકાના ખિજડીયા રાજ ગામે ખેડૂત પુત્ર તરીકે 21-7-1971 ના રોજ જન્મેલા હાલ રાતિદેવડી આપણા સિનિયર પત્રકાર કપ્તાનના હુલામણા નામથી ખ્યાતનામે કોલેજ લાઈફમાં પત્રકાર મિત્રો સાથે સંબધ બંધાયો અને બાદમાં સ્વતંત્રતા દિવસ 1994 મા વાકાનેર તળબદામા તરવરીયા યુવાન તરીકે સમાજની સમસ્યા સરકાર સુધી પહોંચતી કરી. ઉપરાંત સ્થાનિક ખુબી વિશ્ર્વ ફલક સુધી ગુજતી કરવાના ઉમદા આશ્રેય સાથે કપ્તાન સાપ્તાહિક શરૂ કરનાર અયુબભાઈ માથકિયાનો આજે અવતરણ દિવસ છે. સ્વભાવે શાંત સરળ સહજ અને મળતાવડા સ્વભાવનાં પંથકમાં કપ્તાના હુલામણા નામથી ખ્યાતનામ છે. કપ્તાન એ વાકાનેરનુ પ્રથમ વેબ પોટલ છે અને સૌથી નવાઈની વાત તો એ છે કે સોશ્યલ મિડિયામા ફેસબુક પર સમાચારો આપી શકાય એની શરૂઆત કરનાર અયુબભાઈ કપ્તાન છે. હાલે હિન્દી ચેનલ ભારત 24 ના રીપોર્ટર પણ છે.

નિડર નિષ્પક્ષ ન્યાયિક ન્યુઝ થકી ખુબ નામના મેળવનાર અયુબભાઈ માથકિયાને એમના મો નંબર 9879930003 પર શુભેચ્છાનો ધોધમાર વછુટી રહો છે.