મોરબી શહેરમાં ‘સરસ’ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે મેળામાં જુદી જુદી મંડળીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. પડધરીની જય ગણેશ મહિલા બચત મંડળના બહેનોએ ‘સરસ’ મેળામાં સ્ટોલ શરૂ કર્યો છે મેળામાં હેન્ડીક્રાફ્ટની જાતે બનાવેલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. બહેનો દ્વારા તોરણ, હાથ રૂમાલ, ઝૂમર, ચુંદડી,પડદા વગેરે બનાવવામાં આવે છે.
જય ગણેશ મહિલા બચત મંડળના ભાનુબેનહીરાભાઈ પરમારએ કહ્યું હતું કે છેલ્લા ૧૫ વર્ષથી હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવે છે. સરકારના જુદા જુદા મેળામાં સ્ટોલ ઊભા કરીએ છીએ. સરકાર મેળામાં વસ્તુ વેચવા માટે ફ્રીમાં સ્ટોલ આપે છે તેમજ રહેવા, જમવા વગેરેની સુવિધા પૂરી પાડે છે. આ સુવિધા બદલ અમો સરકારનો આભાર માનીએ છીએ.
ભાનુબેન પરમારએ વધુમાં જણાવ્યું હતું કે “મોરબીના ‘સરસ’ મેળામાં રૂ.૨૦ હજાર જેટલો નફો થયો છે. રૂપિયા ૧લાખની લોન લઈ શરૂઆત કરી હતી. આજે અમારી સાથે ૧૦ બહેનો જોડાયેલા છે સરકાર દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે નિમુબેન રમેશભાઈ વાડોલીયા ‘સરસ’ મેળામાં સાથ સહકાર આપી રહ્યા છે.”
૧૯ વર્ષ પહેલા ભાનુબેનના પતિ હીરાભાઈનું નિધન થયું હતું. છેલ્લા ૧૫ વર્ષથી હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવી સરકાર દ્વારા આયોજિત મેળાઓ માં રૂ. ૭૫ હજારથી વધુ આવક મેળવી પોતે આત્મનિર્ભ બન્યા છે અને અન્ય બહેનોને પણ આત્મનિર્ભર બનાવ્યા છે. જય ગણેશ મહિલા બચત મંડળની હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ ગુજરાત બહાર પણ પહોંચી છે આ વસ્તુઓ દિલ્હી, રાજસ્થાન, તમિલનાડુ, આંધ્રપ્રદેશ,કેરળ, મોરબી,જુનાગઢ, દ્વારકા અમદાવાદમાં વેચાઈ રહી છે.