સ્વચ્છતા : મહેન્દ્રનગર ગામને જેટિંગ મશીન ફાળવાયું

તારીખ 21/07/23 ને શુક્રવાર ના રોજ સાંજે 5:00 કલાકે મહેન્દ્રનગર ગામે મોરબી જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા ની ગ્રાન્ટ માંથી મહેન્દ્રનગર ગામની સ્વચ્છતાને ધ્યાને રાખી ભૂગર્ભ ગટર કૂંડી સફાઈ કરવા માટેનું જેટિંગ મશીન ફાળવવામાં આવ્યું

જેનું લોકાર્પણ મહેન્દ્રનગર ગામે કરવામાં આવ્યું તેમાં ખાસ હાજરી આપી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા, મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી . જાડેજા ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું

તેમજ મહેન્દ્રનગર ગ્રામ પંચાયત કરવેરા યૂઆર (QR) કોડ દ્વારા ભરવા ઓનલાઈન કરવામાં આવી જેની માહિતી જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી . જાડેજા દ્વારા આપવામાં આવી તેમજ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, ભાજપ અગ્રણી જિજ્ઞેશભાઈ કૈલા, તાલુકા વિકાસ અધિકારી દિપાબેન કોટક, તાલુકા પંચાયત સદસ્ય ભાવનાબેન શેરસિયા અને રસીલાબેન સીપર , મહેન્દ્રનગર ગ્રામ પંચાયત વહીવટદાર અતુલભાઈ ચાવડા તથા તલાટી મંત્રી નિલેશ દેસાઈ તથા માજી સરપંચ રાજાભાઈ પરમાર તથા ગંગારામભાઈ ધોરિયાની , જયંતીભાઈ શેરસીયા,રાજેશભાઈ સેરશિયા, મનસુખભાઈ અદ્રોજા વગેરે ગામ અગ્રણીઓ તેમજ બહોળી સંખિયામાં ગામજનો હાજર રહી કાર્યકમ નો ઉત્સા વધારિયો હતો.