મોરબી જલારામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની સૌરાષ્ટ્ર પ્રાંત બેઠક યોજાઈ, સ્પષ્ટ બહુમતી વાળી કેન્દ્ર સરકાર સમાન નાગરિક ધારો, વસતી નિયંત્રણ ધારો તેમજ લવ જેહાદ અંગે કાયદો લાગુ કરે- ડો. પ્રવિણભાઈ તોગડીયા.
તાજેતર માં પટના બિહાર ખાતે મળેલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની કેન્દ્રીય બેઠક માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગામી કાર્યક્રમો ની વિસ્તૃત ચર્ચા કરવા માં આવી હતી. જે અંતર્ગત રવિવાર તા.૨૩-૭-૨૦૨૩ ના રોજ મોરબી જલારામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની સૌરાષ્ટ્ર પ્રાંત ની બેઠક યોજાઈ હતી.
જેમાં હિન્દુ હ્રદય સમ્રાટ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકારી અધ્યક્ષ બકુલભાઈ ખાખી, સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, રામ મહેલ મંદિર ના મહંત પૂ.રાજેન્દ્રપ્રસાદજી, રામધન આશ્રમ ના મહંત પ.પૂ.ભાવેશ્વરી દેવીજી,મચ્છુ મા ની જગ્યા ના મહંત પૂ.ગાંડુ મહારાજ, માલાબેન રાવલ, રોહીતભાઈ દરજી, નરેન્દ્રભાઈ વ્યાસ, શશીકાંતભાઈ પટેલ, જયસુખભાઈ પટેલ, ડો.જે.જી. ગજેરા, નિર્મલસિંહ ખુમાણ, બાલ્કેશભાઈ રાઠોડ, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી,વસંતભાઈ પટેલ, જયસુખભાઈ, રમેશભાઈ પુરોહીત, મનસુખભાઈ રૈયાણી,હિમંતભાઈ બોરડ, મજબુતસિંહ બસીયા, ચંદુભાઈ વાળા,વનરાજસિંહ ખેર, બીજલભાઈ રબારી, ભુપતભાઈ બારૈયા, યોગેન્દ્રસિંહ રાઠોડ સહીત ના સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ ના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે માલાબેન રાવલ, રણછોડભાઈ ભરવાડ સહીત નાં અગ્રણીઓએ ભારત દેશ ની પ્રવર્તમાન પરિસ્થિતી તેમજ હિન્દુ રાષ્ટ્ર નિર્માણ માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની ભૂમિકા તેમજ સંસ્થા ના આગામી પ્રકલ્પો વિશે માહિતી આપી હતી. તેમજ હિન્દુ હ્રદય સમ્રાટ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયા એ આગામી સમય માં ભારતભર માં એક લાખ થી વધુ હનુમાનચાલીસા કેન્દ્રો શરૂ કરવા તેમજ દરેક વિસ્તાર માં મેડિકલ કેમ્પ યોજી સુરક્ષિત હિન્દુ, સ્વસ્થ હિન્દુ ની સંકલ્પના સાકાર કરવા ઉપરાંત વિવિધ કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યુ હતુ.
વધુ માં તેમણે સ્પષ્ટ બહુમતી ધરાવતી કેન્દ્ર સરકાર સમાન નાગરિક ધારો, વસતી નિયંત્રણ ધારો તેમજ લવ જેહાદ અંગે કાયદો લાવે તેવી માંગ ઉઠાવી હતી તે ઉપરાંત ગુજરાત માં થયેલ હિન્દુ યૌધ્ધા કિશન ભરવાડ ની હત્યા, કાશ્મીર ના હિન્દુ શરણાર્થીઓની પરિસ્થિતી તેમજ મણીપુર ની ઘટના વિશે સરકાર ને આડેહાથ લીધી હતી.
પ્રાંત બેઠક ને સફળ બનાવવા મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત, શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, શહેર મંત્રી નિર્મિતભાઈ કક્કડસહીતના પદાધિકારીઓ જહેમત ઉઠાવી હતી. પ્રાંત બેઠક માં વિવિધ પ્રખંડો, જીલ્લાઓ તેમજ તાલુકાઓના પદાધિકારીઓની નિમણુંક કરવા માં આવી હતી તેમજ એકતા એજ લક્ષ્ય સંગઠન સહીત ની વિવિધ હિન્દુ સંસ્થીઓ દ્વારા .ડો. પ્રવિણભાઈ તોગડીયા નું અભિવાદન કરવા માં આવ્યુ હતુ.