મોરબી જિલ્લાના ટુ વ્હીલર, ફોર વ્હીલર તેમજ ટ્રાન્સપોર્ટ વાહનોના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AA, GJ36 AB, GJ36 AE, GJ36 AG, GJ36 AH  અને ફોર વ્હીલર માટે GJ36 AJ તેમજ ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો માટે GJ36 X તથા થ્રી વ્હીલર વાહનો માટે GJ36 W સીરીઝ માટેના ફક્ત ફેન્‍સી નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રિયા તા.૦૧/૦૮/૨૦૨૩ થી શરૂ થનાર છે. તા. તા.૦૧/૦૮/૨૦૨૩ થી તા.૦૩/૦૮/૨૦૨૩ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે.

તા.૦૩/૦૮/૨૦૨૩ થી તા.૦૫/૦૮/૨૦૨૩ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા.૦૫/૦૮/૨૦૨૩ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. બાકી રકમનું ચુકવણું પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.