મોરબી જિલ્લાના તમામ તાલુકામાં ખરીફ પાક માટે રાસાયણિક ખાતરનો પુરતા જથ્થો ઉપલબ્ધ

મોરબી જિલ્લામાં કુલ ૩.૦૬ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર

મોરબી જિલ્લામાં હાલ ખરીફ પાકનું મોટાભાગનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે. આ  વાવેતર કુલ ૩.૦૬ લાખ હેક્ટર વિસ્તારમાં કરવામાં આવેલ છે. જેમાં મુખ્ય પાકો કપાસ, મગફળી, તલ, દિવેલા, શાકભાજી તેમજ અન્ય પાકોમાં ગુવાર, તુવેર, સોયાબીન અને ઘાસચારોનું વાવેતર કરવામાં આવ્યું છે.

સામાન્ય રીતે ખેડૂતો ખેતરમાં ડી.એ.પી., એસ.એસ.પી. અને એન.પી.કે. ખાતરનો ઉપયોગ કરતા હોય છે ઉપરાંત પૂર્તિ ખાતર તરીકે યુરીયાનો ઉપયોગ કરે છે. ત્યારે મોરબી જિલ્લાના તમામ તાલુકા સેન્ટર પર રાસાયણિક ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે, જેમાં ડી.એ.પી- ૫૬૮૬.૩૫, યુરિયા- ૩૭૭૧.૯૨, એન.પી.કે.- ૭૪૨૦.૭૬ અને એસ.એસ.પી.- ૨૨૪૫.૩૬ મે.ટન ઉપલબ્ધ છે

જો કોઈ ખેડૂત ખાતર ખરીદવા માટે ઇચ્છુક હોય તે ખેડૂતો ખાતરની ખરીદી શકશે. ખેડૂતોએ ખોટી અફવાઓથી ગેર માર્ગે ન દોરાતા જરૂરિયાત ખાતર ખરીદવું અને ખાતરનો નો ખોટો સંગ્રહ ટાળવો.

વધુમાં ખેડૂત ખાતેદારને જણાવવાનું કે રાસાયણિક ખાતરોના વિતરણની પદ્ધતિમાં પારદર્શિતા રાખવામાં આવશે ઉપરાંત ખેતી ઉપયોગી રાસાયણિક ખાતરોનાં ઔદ્યોગિક વપરાશ પર અંકુશ, ડીઝીટલ પેમેન્ટને પ્રોત્સાહન, ખાતર વિક્રેતા પાસે ખાતરના ઉપલબ્ધ જથ્થા અંગેની ઓનલાઇન માહિતી મળી રહે, ખેડૂતોને સમયસર રાસાયણિક ખાતર ઉપ્લબ્ધ થાય તે હેતુસર ભારત સરકાર દ્વારા સબસીડાઈઝ્ડ રાસાયણિક ખાતરોનું વેચાણ પી.ઓ.એસ. મશીનથી કરવામાં આવશે. તેમજ મોરબી જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોએ રાસાયણિક ખાતરની ખરીદી સમયે પોતાનું આધારકાર્ડ અવશ્ય સાથે રાખવા નાયબ ખેતી નિયામક (વિ.) મોરબીની યાદીમાં જણાવાયું છે.