વિશાલ જયસ્વાલ હળવદ
હળવદના પોલીસ મથકે પોલીસ સી ટીમ દ્વારા મહિલા બાળ સુરક્ષા અંગે માર્ગદર્શન શહેરની શિશુ મંદિરની આળાઓને આપવામાં આવ્યું હતું જેમાં મામલતદાર,સરકારી વકીલ, તબીબ તેમજ પીઆઈ દ્વારા જુદી જુદી માહિતીથી અવગત કરાવી હતી જેમાં શિશુ મંદિરની 60 બાળાઓએ યોગા અને પ્રાત્યાક્ષિત કરી કૌશલ્ય બતાવ્યા હતાં અને પોલીસ મથકે સુંદરકાંડ પાઠનુ આયોજન કરાયું હતું જેમાં સમગ્ર પોલીસ ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી.શહેરના પોલીસ મથકે શિશુ મંદિર વિદ્યાલયની બાળાઓને પોલીસ મથકે જુદી જુદી પોલીસની કામગીરીથી અવગત કરાવવામાં આવી હતી અને પીઆઈ કે.જે માથુકીયાએ જણાવ્યું હતું કે બાળાઓ પોતાની આત્મ રક્ષા કેવી રીતે કરી શકે અને વધુમાં કહ્યું હતું કે આજની બાળાઓ લાઠી ભી ફેરવી શકે અને તલવાર ભી ફેરવી શકે તેમની ભુજાઓમા એટલું બળ છે જ્યારે મામલતદાર એસ એન ભાટીએ જણાવ્યું હતું કે શિશુ મંદિરની બાળાઓમા ઘણું બધું કૌશલ્ય છુપાયેલું છે અને હું ગદગદ થયો છું અને વધુમાં કહ્યું હતું કે શિશુ મંદિરની દરેક બાળાઓના અમે વાલી છીએ.પોલીસ મથકે યોજાયેલા
પોલીસની સી ટીમ દ્વારા મહિલા બાળ સુરક્ષા અંગે કાર્યક્રમમાં મામલતદાર એસ એન ભાટી,સરકારી વકીલ શ્રી માલવણીયા,ડૉ કૌશલ પટેલ,પીઆઈ સહિત પોલીસ જવાનોએ ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ મહિલા પોલીસની સી ટીમ દ્વારા બાળાઓને આત્મ રક્ષા માટે માર્ગદર્શન અપાયું હતું સાથે પોલીસ સ્ટેશનમાં હથિયારોની માહિતી અને સુંદરકાંડનું આયોજન કરાયું હતું.