સુલતાનપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ ચિત્ર સ્પર્ધા તૃતિય સ્થાન મેળવ્યું

પ્રાથમિક શાળાઓ માં હાલ ‘કલા ઉત્સવ’ નો માહોલ મ્હેકી રહ્યો છે ત્યારે કલા ઉત્સવ અંતર્ગત CRC કક્ષામાં અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં વાદન સ્પર્ધા, ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, જેવી અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા ના સિતાપરા કિશન પ્રકાશભાઈ એ ચિત્ર સ્પર્ધા માં ભાગ લઈને તૃતિય સ્થાન મેળવ્યું હતું શાળા પરિવાર તરફથી તેમને આ પ્રગતિ માટે અભિનંદન પાઠવ્યા હતા અને આગળ પ્રગતિ કરતા રહે એવી શુભેચ્છા પાઠવી હતી