મોરબી જિલ્લાની મહિલાઓ તથા યુવતીઓને “નારી વંદન ઉત્સવ”ની ઉજવણીમાં સહભાગી થવા ઉત્સાહભર્યુ આમંત્રણ
ગુજરાત સરકાર દ્વારા “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં નારી શક્તિ માટે સમાજમાં ગૌરવ અને સન્માનનું વાતાવરણ ઉભું કરવા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરની મહિલા અને યુવતીઓને આ અભિયાનમાં સહભાગી બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૧ ઓગસ્ટ થી તા. ૭ ઓગસ્ટ સુધી “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
મોરબી જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તા. ૧ ઓગસ્ટના રોજ “મહિલા સુરક્ષા દિવસ” સમય ૪.૦૦ થી ૫.૦૦ કલાકે અરૂણોદય સોસાયટી વાંકાનેર, તા. ૨ ઓગસ્ટના રોજ “બેટી બચાઓ બેટી પઢાઓ” સમય ૧૧.૩૦ થી ૧.૦૦ કલાકે એમ. પી. શેઠ ગર્લ્સ હાઈસ્કુલ વીસી ફાટક મોરબી, તા.૩ ઓગસ્ટના રોજ “મહિલા સ્વાવલંબન દિવસ” સમય ૩.૩૦ થી ૫.૩૦ કલાકે જુના આર્યસમાજ ટંકારા, તા. ૪ ઓગસ્ટના રોજ “મહિલા નેતૃત્વ દિવસ” , તા.૫ ઓગસ્ટના રોજ “મહિલા કર્મયોગી દિવસ” સમય ૩.૦૦ થી ૪.૦૦ કલાકે સીમ્પોલો સિરામિક મોરબી , તા.૬ ઓગસ્ટના રોજ “મહિલા કલ્યાણ દિવસ” સમય ૧૦.૩૦ થી ૧૧.૩૦ કલાકે નવયુગ કોલેજ વીરપર, તા. ૭ ઓગસ્ટના રોજ “મહિલા અને બાળ આરોગ્ય દિવસ” કલેકટર કચેરી મોરબી ખાતે ઉજવણી કરવામાં આવનાર છે.
આ તમામ દિવસોની ઉજવણીમાં પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, આઈ.સી.ડી.એસ.વિભાગ, જિલ્લા ઉદ્યોગ વિભાગ, જિલ્લા રોજગાર અને તાલીમ વિભાગ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગ, જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, શ્રમ અને રોજગાર વિભાગ સહીતના જિલ્લાના વિવિધ વિભાગો સહભાગી થશે.
આ ઉજવણીમાં મોરબી જિલ્લાની મહિલાઓ તથા યુવતીઓને ઉત્સાહભેર અને બહોળા પ્રમાણમાં ભાગ લેવા માટે મોરબી જિલ્લાના જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.