મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા કિચન ગાર્ડન સેમિનાર યોજાયો

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ગઇકાલે તા.31 જુલાઈને સોમવારના રોજ નિલકંઠ સ્કૂલ ખાતે મોરબીના બહેનો માટે કિચન ગાર્ડનના સેમિનારનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં રાજકોટથી આવેલા કિચન ગાર્ડન એક્સપર્ટ મંજૂબેન ગજેરાએ મોરબી ના બહેનોને ઘરે કૂંડામાં શાકભાજી વાવવાનું, ઘરે શાકભાજીના કચરામાથી ખાતર બનાવવાનું, જુદા જુદા બિયારણમાથી રોપા બનાવવાનું એવું ઘણી ઉપયોગી વસ્તુઓ સમજાવી અને જાણકારી આપી હતી.

આ તકે મોટી સંખ્યામાં મોરબીની બહેનોએ આ સેમિનારમાં હાજરી આપી હતી. આ તકે પ્રેસિડેન્ટ મયૂરીબેન કોટેચાએ પ્રોજેક્ટને સફળ બનાવવામાં સહયોગ આપનાર નિલકંઠ સ્કૂલ પ્રિન્સિપાલ જીતસર વડસોલાનો આભાર વ્યક્ત કરી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત નેશનલ સેક્રેટરી વિજ્યાબેન કટારિયા, જોઇન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા, મંજૂબેન ગજેરાનો આભાર માન્યો હતો