મોરબીના કન્યા છાત્રાલય પાસે આવેલ નવયુગ સ્કૂલમાં સવારે 9:15 વાગ્યે આસપાસ ધોરણ નવ ના વર્ગખંડમાં આગ લાગેલ હતી. જેમાં તુરંત જ ક્લાસ ટીચરને ધુમાડાની સ્મેલ આવતા ક્લાસના વિદ્યાર્થીઓને બહાર નીચે એસેમ્બલી એરિયામાં ખસેડેલ અને સ્ટાફ દ્વારા સ્કૂલના ફાયર એક્ષ્ટિન્ગ્યુશર દ્વારા આગને બુઝાવવા ના પ્રયાસો કરેલ.
મોરબી નગરપાલિકા ફાયર ઇમરજન્સી સર્વિસ ને કોલ મળતા તુરંત જ ઘટના સ્થળે ટીમ રવાના કરેલ અને તકેદારીના ભાગરૂપે સમગ્ર સ્કૂલના વિદ્યાર્થીઓને નીચે એસેમ્બલી એરિયામાં ખસેડેલ અને આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવેલ. આ દુર્ઘટનામાં કોઈપણ વ્યક્તિ ઘાયલ કે જાનહાની થયેલ નથી.
સમગ્ર મોરબી શાળા સંચાલકોને ફાયર વિભાગ દ્વારા જાણવામાં આવ્યું છે કે કોઈ પણ સ્કૂલમાં લગાવેલ ફાયર સેફ્ટી ના સાધનોનો સમયસર ઉપયોગથી મોટી આગ કે દુર્ઘટના બચાવી શકાય છે. જો કોઈ શાળામાં ફાયર સેફ્ટી ના સાધનોનો વપરાશ માટેની ટ્રેનિંગ કે મોક ડ્રીલ યોજવી હોય તો મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ નો સંપર્ક કરે તો તેમને નિશુલ્ક પણે આ ટ્રેનિંગ આપવામાં આવશે.