વાંકાનેર સિરામિક લેબર ક્વાટરમા રહેતા પરપ્રાંતીય શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડતી મોરબી SOG

(રિપોર્ટર – પંડયાજી : વાંકાનેર) : તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે સિરામિક ફેકટરીમાં લેબર ક્વાર્ટરમાં ગાંજા સાથે એક પરપ્રાંતીય શખ્સને પોલીસે ગાંજાના જથ્થા સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ પોલીસને મળેલ બાતમીના આધારે મૂળ ઝારખંડનો વતની અને હાલ વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં આવેલ IYOTA ટાઇલ્સ એલ.એલ.પી. કંપનીના લેબર ક્વાર્ટરમાં ગાંજાનું વેચાણ થાય છે જેથી પોલીસે ત્યાં રેડ કરતા આરોપી મનોજ પ્રફુલ ગોપ પાસેથી પોલીસ રૂપિયા 16,750 કિમતનો 1 કિલો 675 ગ્રામ વજનનો ગાંજાનો જથ્થો, મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 17,750 નો મુદામાલ જપ્ત કર્યો હતો . પોલીસે મુદામાલ જપ્ત કરી આરોપી મનોજ પ્રફુલ ગોપની ધરપકડ કરી વાંકાનેર તાલુકા પોલીસ ખાતે એન.ડી.પી. એસ એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં મળતી પ્રાપ્ત માહિતી મુજબ આરોપી તેના મિત્ર સિંકદર બાનરાની રૂમમાં રહેતો હતો ત્યાં જથ્થો રાખતો તેથી પોલીસે કેટલા સમયથી અહી જથ્થો આવતો અને વેચાણ થતો કે પીવા માટે ઉપયોગ થતો તેની હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે.