મોરબી : ડીડીઓના આદેશના 24 કલાક માંજ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

મોરબી જીલ્લાના મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના સ.નં. ૧૮૭ પૈકીમાં ત્રાજપર ચોકડી પાસે BRC ભવનની બાજુમાં તાલુકા પંચાયત મોરબીના જુના જર્જરીત ક્વાર્ટર્સ આવેલા .જેમાં રીટાયર્ડ કર્મચારીઓના ૩ પરિવારો ના કુલ ૧૧ સભ્યો ગેરકાયદેસર રહેતા હતા. ભયજનક મકાનો અને સરકારી આવાસોમાં ગેર કાયદેસર કબજો તા-૩/૮/૨૩ ના રોજ જિલ્લા વિકાસ અધિકારી મોરબી દિગ્વિજયસિંહ ડી.જાડેજા ની બાજ નજરમાં આવતા તુરંત જ તાલુકા વિકાસ અધિકારી મોરબી દીપાબેન એચ. કોટક ને તાત્કાલિક ગેરકાયદેસર કબજો દુર કરી ભયજનક આવાસો ૨૪ કલાક માં તોડી પાડવા સૂચના આપેલ.

જિલ્લા વિકાસ અધિકારી મોરબી દિગ્વિજયસિંહ ડી.જાડેજા ની સૂચના મુજબ તાલુકા વિકાસ અધિકારી મોરબી દીપાબેન એચ. કોટકે તા-૩/૮/૨૩ ના રોજ તે જ દિવસે ગેરકાયદેસર કબજો ધરાવતા પરિવારો ને નોટીસો આપી કડક વલણ અપનાવી સાંજ સુધીમાં ગેરકાયદેસર કબજો દુર કરાવેલ.

ત્યાર બાદ તા-૪/૮/૨૦૨૩ ના રોજ બીજા જ દિવસે જિલ્લા વિકાસ અધિકારી મોરબી દિગ્વિજયસિંહ ડી.જાડેજા ની ૨૪ કલાક માં જર્જરિત આવાસો દુર કરવાની સૂચના મુજબ તાલુકા વિકાસ અધિકારી મોરબી દીપાબેન એચ. કોટક દ્વારા યુદ્ધ ના ધોરણે કાર્યવાહી કરતા અ.મ.ઈ. પાર્થ એસ પટેલ ,જિલ્લા પંચાયત મોરબીના લીગલ એડઇઝર શ્રી સંજયભાઈ નારોલ ,વિસ્તરણ અધિકારી બી.જે. બોરાસાણીયા ,જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ.એમ.છાસીયા તેમજ મોરબી બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ.દેકાવાડીયા ,મોરબી બી ડિવિઝન પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એ.ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ સ્ટાફ તથા તાલુકા પંચાયત ના સ્ટાફ ની સંયુક્ત ટીમ દ્વારા જર્જરિત આવાસો પાડી અંદાજે ૬૦૦૦ચો.મી. નું દબાણ દુર કરેલ છે તેમજ અંદાજીત ૧૬૦૦ ચો.મી. માં આવેલા જર્જરીત આવાસો તોડી પાડેલ છે.