વાંકાનેર થી અમદાવાદ તરફ કતલખાને લઇ જવાતા અબોલ જીવોને બચાવી લેતા મોરબી ચોટીલાના ગૌ રક્ષકો , હિન્દુ સંગઠનો

(રિપોર્ટર પંડયાજી વાંકાનેર ) : મોરબી હિન્દુ યુવા વાહિની ગૌરક્ષકો અને ચોટીલા ગૌરક્ષક તથા જીવદયા પ્રેમી દ્વારા વાંકાનેરથી અમદાવાદ તરફ કતલખાને લઈ જવાતા 10 પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા ગૌરક્ષક ટીમ અને હિન્દુ યુવા વાહિનીના સભ્યોને જાણકારી મળી હતી કે આઈસર ગાડીમાં વાંકાનેરથી અમદાવાદ તરફ ગેરકાયદેસર કતલખાને 10 પશુઓને લઈ જવામાં આવી રહ્યા છે. જેથી મોરબી હિન્દુ યુવા વાહિની ચોટીલા ગૌરક્ષકોની ટીમ દ્વારા આઇસર નંબર GJ-08-W-0289ને ગત રાત્રિના સમયે ચોટીલા પાસે પસાર થતા તેનો પીછો કરીને રોકવામાં આવી હતી અને તપાસ કરતાં આઈસરમાં અબોલ જીવોને ગેરકાયદે લઈ જવાતા હોવાનું ખુલ્યું હતું. જેથી ચોટીલાના ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણ, મોરબી હિન્દુ યુવા વાહિની જિલ્લા અધ્યક્ષ અખિલ વિશ્વ ગૌસ્વાવર્ધન પરિષદ દિલ્હીના ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કે.બી. બોરીચા દ્વારા વાહનના ચાલકોને પકડીને પોલીસને સોંપ્યા હતા.

આ મામલે ચોટીલા ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પશુઓને ચોટીલાની પાંજરાપોળમાં સુરક્ષિત ખસેડાયા હતા. આ કામગીરીમાં ચોટીલા પોલીસ અધિકારી અને પોલીસ સ્ટાફનો સહયોગ મળ્યો હતો. આ ઉપરાંત આ કામગીરીમાં હિન્દુ યુવા વાહીની મોરબી જિલ્લા અધ્યક્ષ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કે.બી. બોરીચા, હિન્દુ યુવા વાહિની મોરબી શહેર પ્રમુખ ચેતનભાઈ પાટડીયા, હરેશભાઈ ચૌહાણ, ચોટીલા અખિલ વિશ્વ ગૌશાલ પરિષદ દિલ્હીના ગૌરક્ષક દલસુખભાઈ (ચોટીલા), અનિલભાઈ મહેશભાઈ (ચોટીલા), પ્રશાંતભાઈ જીવ દયા ગૌરક્ષક, જયનભાઈ, અજયભાઈ પરમાર, પાર્થભાઈ ગૌરક્ષક મોરબી, દિનેશભાઈ (એવીજીપી દિલ્હી), મોરબીના હિરેનભાઈ વ્યાસ, રઘુભાઈ ભરવાડ, ગજેન્દ્રભાઈ બાબરા, દીપુભાઈ વાઘેલા (જસદણ), મોરબીના ભરતભાઈ સોનગરા, જેકીભાઈ આહીર, હિતરાજસિંહ પરમાર, હર્ષભાઈ, મુકેશભાઈ જોડાયા હતા અને પશુઓને કતલખાને જતાં બચાવ્યા હતા.

ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા અને અબોલ જીવોને કતલખાને ધકેલતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગૌરક્ષકો , હિન્દુ વાહિની , વિવિધ હિન્દુ સંગઠનો સહિત જીવ દયાપ્રેમીઓ દ્વારા ભવિષ્યમાં આવા કેભાગુ તત્વો સબક શીખે તેવી નોંધપાત્ર સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.