મોરબી ABVP દ્વારા L.E. કોલેજ ખાતે પીવાના પાણી અને સ્વચ્છતા બાબતે આવેદન અપાયું

મોરબીની L.E. ડિગ્રી કોલેજ ખાતે ઘણા સમયથી પાણીના કૂલર હોવા છતા બંધ હાલતમાં છે અને જેના લીધે પીવાનું પાણી વિદ્યાર્થીઓને મળતું નથી અને કોલેજ કેમ્પસમાં સ્વચ્છતા નથી બાથરૂમ માં પણ સ્વચ્છતા નથી અને હોસ્ટેલમાં પણ ઘણી બધી સમસ્યાઓ છે જેના લીધે વિદ્યાર્થીઓ ને તકલીફ પડી રહી છે

આ બાબતે વિધાર્થીહિત માટે આવેદન પત્ર LE કોલેજ ના પ્રિન્સીપાલને આપવામાં આવ્યું અને જો આ પ્રશ્ર્નોનું નિરાકરણ નહી આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપુર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે.