પ્રોગ્રામ કે શુભેચ્છા મુલાકતો કરવાથી પ્રજાના હૃદયમાં સ્થાન ન મળે પ્રજા વચ્ચે રહો તો જ પ્રજાના હૃદયમાં સ્થાન મળે…
સોશિયલ મીડિયાથી લોકો રાતો રાતો સ્ટાર બની જાય અને નીચે પણ પડી જાય છે હાલ લોકોમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ વધારે છે દરેક બાબતની નોંધ સોશિયલ મીડિયા થકી લેવાતી હોય તેવું અવાર નવાર જોવા મળે છે
હાલ કોઈ વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયામાં હળવદના ધારાસભ્ય ને એક પ્રશ્ન પૂછીયો છે કે ” હળવદ શહેર અને તાલુકાના કમર તોડ રસ્તાઓ માંથી ક્યારે મુક્તિ આપશો ધારાસભ્ય” ત્યારે આ પ્રશ્ન ના જવાબ માં અન્ય લોકોએ કટાક્ષ કર્યો છે કે
“આપણા ધારાસભ્ય માત્રને માત્ર મિટિંગ અને શુભેચ્છા મુલાકાત કરે છે એટલે તમારે સારું દવાખાનું ગોતવું હોય તો ગોતી લેજો કમર તોડ રસ્તા માંથી ક્યારેય મુક્તિ નહિ મળે” અન્ય બીજા વ્યક્તિએ પણ જવાબ આપ્યો છે કે “MLA ઓપનિંગ કરવા અને પારાયણ માં હાજરી આપવાનું ચુકતા નથી એમાંથી નવરા થવા દો” આવા જવાબ મળે એટલે લોકો એ શું સમજવું જોઈએ ? ખરેખર ધારાસભ્ય આ જ કામો માં વ્યસ્ત રહેતા હશે ? અને પ્રજા ના કામો માટે બિલકુલ સમય નહીં હોય ને ?
હળવદ – ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા લોકોના વિકાસના કામો ને વેગ આપે તેવું લોકો ઈચ્છી રહ્યા છે પ્રજાહિતના કાર્યને વેગ આપી પ્રજાના ચહીતા બનવું અને પ્રજા વચ્ચે રહી પ્રજા ના નાના નાના પ્રશ્નો ને વહેલી તકે નિવારવા એ જ પ્રજાલક્ષી કાર્ય કહેવાય બાકી મોટા મોટા પ્રોગ્રામ માં પોતાની હાજર આપવાથી તમે પ્રજા ના હૃદયમાં સ્થાન ના મેળવી શકો