વાંકાનેર એકતા ગ્રુપ દ્વારા બિનવારસી મૃતદેહનો વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરાયા

રિપોર્ટર પંડયાજી વાંકાનેર : વાંકાનેર શહેર તથા આસપાસ અકસ્માત તથા કુદરતી મોત પામેલા બિનવારસી મૃતદેહોના એકતા ગ્રુપ દ્વારા વિધિ પૂર્વક અંતિમ સંસ્કાર કરવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. એકતા ગ્રૂપ દ્વારા શહેરમાં અનેક બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવી છે ત્યારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન હદમાંથી ત્રણેક દિવસ પહેલા હાઈવેના સર્વિસ રોડ પરથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો જેનો પોલીસના સહયોગથી એકતા ગ્રુપ દ્વારા અંતિમવિધી વિધિપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી.

આ સેવાકીય કાર્યમાં બીપીનભાઇ દોશી , રુષીભાઇ, દેવાંગભાઇ, મનીષભાઇ, સચીનભાઇ, હાર્દિકભાઇ દ્વારા બિનવારસી મૃતદેહનો અંતિમ સંસ્કાર વિધિ પૂર્ણ કરી હતી.