રિપોર્ટર પંડયાજી વાંકાનેર : તા.8/8/23 ને મંગળવાર ના રોજ તાલુકા પંચાયતના 15 માં નાણાપંચ વર્ષ 21-22 ની ગ્રાન્ડ માંથી ભાટિયા ગ્રામ પંચાયતના સામાજિક આગેવાનો ટીનુભા જાડેજા ,સદામભાઈ, કિશોરસિંહ ઝાલા તેમજ નર્મદેશ્વર મહાદેવ મિત્ર મંડળની રજુઆત થકી તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા ના તેમજ વહીવટદાર અને મંત્રીના સહયોગ થકી ભાટિયા ગ્રામ પંચાયતને સ્વચ્છ અને સુવિધા યુક્ત પંચાયત બને તે માટે મીની ટેકટર ની ફાળવણી કરવામાં આવી હતી
આ તકે ધર્મેન્દ્રસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ તકે ટીનુભા જાડેજા તેમજ નર્મદેશ્વર મિત્ર મંડળ દ્વારા ઉપસ્થિત અધિકારી, તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ વહીવટદાર,તલાટી મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો










