લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના બે સેવાકીય પ્રોજેક્ટો
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા મોટાભેલા ૧ અને ૨ આંગણવાડીના કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર માટેના પ્રોજેક્ટમાં દત્તક લેવા માં આવ્યા છે જેમાં બાળકોને પૌષ્ટિક આહાર મળે અને શારીરિક રીતે સક્ષમ બને તે માટે આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે જેમાં સંચાલિકા જશુબેન દ્વારા સરસ પૌષ્ટિક આહાર બનાવી બાળકોને આપવામાં આવે છે સાથે સાથે આજ દિવસે સંગાથ વૃદ્ધાશ્રમ રાસંગપર મુકામે ૪૦/- જેટલા વડીલોને બપોરનું ભોજન દાતા અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા કરાવવામાં આવ્યું
સૌ પ્રથમ દરેક વડીલો દ્વારા પ્રાર્થના બોલવામાં આવી અને પછી ભોજન પ્રસાદ ની શરૂઆત કરવામાં આવી આ બંને પ્રોજેક્ટમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રેસિડેન્ટ લા કેશુભાઈ દેત્રોજા સેક્રેટરી લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા ખજાનચી લા મણિલાલ જે કાવર પ્રોજેક્ટ ચેરમેન લા મહાદેવભાઈ ચિખલિયા અને ધનજીભાઈ નાયકપરા તથા સભ્યો લા પ્રાણજીવન ભાઈ રંગપડીયા લા પરસોતમભાઈ એ કાલરીયા અને સેવાભાવી જયંતીભાઈ હાજર રહ્યા હતા લા મહાદેવભાઈ ચિખલિયા તરફથી દરેક વડીલોને કેળા આપવામાં આવ્યા હતા
આ બંને પ્રોજેક્ટમાં સૌરાષ્ટ્ર કચ્છ ના ફર્સ્ટ ગવર્નર લા રમેશભાઈ રૂપાલા નું માર્ગદર્શન મળ્યું હતું અને આ રીતે બંને સેવાકીય પ્રોજેક્ટો પૂર્ણ કરવા માં આવ્યા હતા તેમ સેક્રેટરી લા ટી સી ફુલતરિયા ની યાદીમાં જણાવાયું છે