શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઇ

તારીખ 10.08.2023 ના રોજ શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ દિવસ ની ઉજવણી નો મુખ્ય હેતુ એ છે કે સિંહ ની ઘટતી સંખ્યા હવે ઘટવાને બદલે એટલી જ જળવાઈ રહે અને સિંહ એ આપણું રાજ્ય પ્રાણી છે

આ ગૌરવ ને ગુંજતુ કરવા માટે 10 ઓગસ્ટ ના દિવસને વિશ્વ સિંહ દિવસ તરીકે આજે શાળા માં ઉજવવામાં આવ્યો હતો અને છેલ્લે બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ પ્રતિજ્ઞા પણ લીધી હતી