વાંકાનેર : ઢુંવા માટેલ રોડ પર સાત જુગારીઓ એક લાખથી વધુના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડાપાયા

(રિપોર્ટર – પંડયાજી : વાંકાનેર) : વાંકાનેર તાલુકા પોલીસે ઢુવા-માટેલ રોડ પર જી.ઇ.બી.ના સબ સ્ટેશન પાછળ જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને ૧ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

જાહેરમાં જુગાર રમતા કરણભાઇ નારણભાઇ મકવાણા, નીલેશભાઇ પોપટભાઇ ભામાણી, ધીરજભાઇ ઉર્ફે અજય માવજીભાઇ બાવળીયા, સંજયભાઇ માવજીભાઇ વાળા,રાજુભાઇ પરસોત્તમભાઇ મકવાણા, અજયભાઇ સુરેશભાઇ લીંબડીયા અને વીજયભાઇ ભુપતભાઇ રોજાસરાને રોકડ રકમ રૂ. ૧૧,૨૩૦ તથા મોટર સાઈકલ નંગ 3 કીમત રૂ.૯૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧,૦૧,૨૩૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે