પ્રદેશ ભાજપ ઓબીસી અધ્યક્ષ મયંકભાઇ નાયકનું મોરબી,સુરેન્દ્રનગર બક્ષીપંચ દ્વારા અદકેરૂ સન્માન

25 થી વધુ ઓબીસી સમાજના અગ્રણીઓએ ઉત્સાપૂર્વક કર્યું મયંકભાઇ નાયક, યોગેશભાઈ ગઢવી નું ઉત્સાહભેર સન્માન કરાયું.

ગુજરાતપ્રદેશબક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંકભાઇ નાયકનો મોરબીમાં અભિવાદન સમારોહ યોજાયો મોરબીના નવલખી રોડે આવેલ રોકડિયા હનુમાનની બાજુમાં મચ્છોયા આહીર સમાજની વાડી ખાતે મોરબી અને સુરેન્દ્રનગરજિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યુંહતું જેમાં ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંકભાઇ નાયકનું જુદાજુદા ઓબીસી સમાજનાઆગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

વ્યાસ સમાજના શ્રી વ્યાસ પ્રગતિ મંડળના પ્રમુખ બાબુલાલ વ્યાસ, ઉપપ્રમુખ વસંત વ્યાસ, ડી.જી. વ્યાસ, પ્રવિણભાઇ વ્યાસ,કિશોરભાઈ વ્યાસ, નાનુભાઈ વ્યાસ સહિતના આગેવાનોએ, સાથો સાથ અન્ય જ્ઞાતિના આગેવાનોએ સન્માન કર્યાં હતા.

આ તકે બક્ષીપંચ મોરચાના પ્રદેશના ઉપાધ્યક્ષ યોગેશદાનગઢવી, મોરબી માળીયાનાધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખચંદુભાઈશિહોરા, મોરબી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા, મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનહીરાભાઈ ટમારિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા અને નરેન્દ્રસિંહઝાલા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લખાભાઇ જારીયા, મહામંત્રી ભાવેશભાઈકંઝારીયા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મહામંત્રી જયદીપભાઈ હુંબલ, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રવિભાઈ સનાવડા, કે.કે. પરમાર, વિનોદભાઇ ડાભીસહિતના આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ લોકોનેદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ધયું માટે ઘરે ભગવાન પાસે દીવો કરીને પ્રાર્થન કરવા માટેની ટકોર કરી હતી

તો કાર્યક્રમના અધ્યક્ષ મયંકભાઇ નાયક દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્યસરકારદ્વારા લોકો ઉપયોગી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે તેની માહિતી આપવામાં આવી હતી અને ખાસ કરીનેબક્ષીપંચમાંઆવતા દરેકસમાજના લોકોને સરકારની દરેક યોજનાનો વધુમાં વધુ લાભ મળે તેના માટેની વ્યવસ્થાઊભી કરવાની ટકોર કરી હતી. યોગેશભાઈ ગઢવીએ વર્ષોની તપસ્યા પછી મોદી જેવા વડાપ્રધાન મળે તેવુ જણાવી 370 ની કલમ હટાવવા સહિત તેમના દ્વારા ઐતિહાસિક લેવાયેલા નિર્ણય વર્ણવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેશભાઇ સિંધવ, બિપિનભાઈપ્રજાપતિ, ભવાનીસિંહ, ઘનશ્યામભાઈ, કાંતિભાઈ, સુરેશભાઇ સીરોહિયા, હરીશભાઇ રાતડીયાસહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.