શ્રી બંધુનગર પ્રાથમિક શાળા માં મેરી માટી મેરા દેશ અંતર્ગત શીલા ફલકમ્ નું અનાવરણ કરાયું

શ્રી બંધુનગર પ્રાથમિક શાળા માં મેરી માટી મેરા દેશ અંતર્ગત શીલા ફલકમ્ નું અનાવરણ કરવામાં આવ્યું. શહીદો ની કુરબાની ની યાદો જીવંત થઈ

આ સાથો સાથ ૭૫ જેટલા વૃક્ષો નું વાવેતર પણ બંધૂનગર ગ્રામ પંચાયત ખાતે કરવામાં આવ્યું. ધ્વજ ફરકાવી પંચ પ્રણ પ્રતિજ્ઞા હાથ માં દીપ પ્રગટાવી શાળા ના આચાર્ય અમૂલકુમાર જોષી એ લેવડાવી હતી. હાથ માં માટી લઈ શાળા ના સ્ટાફ, વિદ્યાર્થીઓ અને ગ્રામ જનો એ સેલ્ફી અપલોડ કરી હતી.

આ તકે શ્રી બંધુનગર ગ્રામ પંચાયત ના પ્રતિનિધિ શૈલેષ ભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, ધવલ ભાઈપટેલ અને વિસ્તરણ અધિકારી હાજર રહ્યા હતા.