મોરબી જિલ્લાની ૧૦ ગ્રામ પંચાયતોને ડોર ટુ ડોર કલેક્શન માટે ટ્રેક્ટર ટ્રોલી અપાશે

મોરબી જિલ્લા પંચાયત દ્વારા ૧૫ માં નાણાપંચની જિલ્લા કક્ષાની 10% ગ્રાન્ટમાંથી વર્ષ ૨૦૨૩ મા મોરબી જિલ્લાના માળિયા (મી) તાલુકાની જુના ઘાટીલા, તડધરી, કુંતાસી , ગ્રામ પંચાયત હળવદ તાલુકાની રણમલપુર, છતર, માનગઢ ગ્રામ પંચાયત વાંકાનેર તાલુકાની ચંદ્રપુર ,સિંધાવદર ,ભાયાતી જાંબુડીયા, ગ્રામ પંચાયત મોરબી તાલુકાની ધુનડા ગ્રામ પંચાયત આમ કુલ ૧૦ ગ્રામ પંચાયતોમાં ધન કચરાનુ ડોર ટુ ડોર કલેક્શન કરી નિકાલ કરવા માટે ટ્રેક્ટર ટ્રોલી લેવામાં આવેલ છે.

આ ટ્રેક્ટર ટોલી ઉપરોક્ત ગ્રામ પંચાયતને તા. ૧૪/૦૮/ ૨૦૨૩ ના રોજ બપોરે 12:00 કલાકે, (સોમવાર )સોંપવાનો લોકાર્પણ કાર્યક્રમ જિલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં રાખેલ છે.