મોરબીની રવાપર શાળામાં પાટીદાર શિક્ષક સમાજની બેઠક યોજાઈ

હું નહિ આપણે ના ધ્યેય સુત્રને સાર્થક કરવા મિટીંગ મળી.

મોરબી પાટીદાર શિક્ષક સમાજે મોરબી તાલુકામાં ફરજ બજાવતા પાટીદાર પ્રાથમિક શિક્ષકો માટેનું યુનિયન છે.કોરોનાકાળ પહેલા દર બે માસે મોરબી પાટીદાર શિક્ષક સમાજની બેઠકો નિયમિત મળતી અને શૈક્ષણિક તેમજ સામાજિક ઉત્કર્ષ માટેના પ્રકલ્પો હાથ ધરવામાં આવતા.

કોવિડ -19 ની વિકટ પરિસ્થિતિના કારણે છેલ્લા બે વર્ષથી મોરબી પાટીદાર શિક્ષક સમાજની બેઠક મળી શકી ન હતી.હાલ કોરોનાની સ્થિતિ સામાન્ય બની જતા તા.13 માર્ચના રોજ રવાપર તાલુકા શાળા મુકામે તાલુકાની દરેક તાલુકા શાળા વાઇઝ બે બે પાટીદાર શિક્ષકોને સામેલ કરી કોવિડ-19 બાદની આ પ્રથમ પાયાગત બેઠક બોલાવવામાં આવી.આ બેઠકમાં આગામી સામાજિક અને શૈક્ષણિક પ્રોજેક્ટો,પ્રકલ્પો વિશે ચિંતન કરી જરૂરી આયોજન હાથ ધરવામાં આવ્યું.આગામી દિવસોમાં તમામ પાટીદાર શિક્ષક ભાઈઓ બહેનોને સદસ્યતા આપી સામાજિક વ્યાપ વધારી પાટીદાર શિક્ષક સમાજનું વિસ્તૃતિકરણ કરવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ – મોરબીના સિનિયર કાર્યાધ્યક્ષ નિતેશભાઈ એન.રંગપડીયા તેમજ મોરબી જિલ્લા પ્રાથમિક શૈક્ષીક મહાસંઘના મહામંત્રીશ્રી કિરણભાઈ કાચરોલાએ પાટીદાર શિક્ષક સમાજના વિકાસ અર્થે સંપૂર્ણ સહકાર અને એકજૂટતા બાબતે પોતાનો વિશ્વાસ વ્યક્ત કરેલ હતો.મોરબી જિલ્લા પ્રાથમિક શૈક્ષીક મહાસંઘના અધ્યક્ષશ્રી દિનેશભાઇ વડસોલા સાહેબે હું નહીં આપણે ની ભાવનાને ચરીતાર્થ કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મોરબી પાટીદાર શિક્ષક સમાજના પ્રકલ્પકર્તા એવા શૈલેષભાઇ એન.ધાનજા અને સંદીપ બી.આદ્રોજાએ આવનાર સમય માટે આત્મીયતા અને એકાત્મતા બાબતે પોતાના વિચારો રજુ કર્યા હતા.શકત શનાળા ( પ્લોટ) પ્રાથમિક શાળાના શિક્ષક હર્ષદભાઈ ટી. મારવાણિયાએ આ બેઠકનું સફળ અને સુચારૂ સંચાલન કર્યું હતું.

રવાપર પે સેન્ટરના મુખ્ય શિક્ષકશ્રી હિરેનભાઈ એન.ધોરીયાણી અને મદદનીશ શિક્ષક મુકેશભાઈ બરાસરાએ બેઠક અંગેની સંપૂર્ણ વ્યવસ્થા સુચારુ રીતે પૂર્ણ પાડેલ હતી.આગામી સમયમાં આ બેઠક બહોળા ફલક સાથે મળશે.

અંતે જય માઁ ઉમા ખોડલના જયઘોષ સાથે આ બેઠક પૂર્ણ થયેલ હતી.