મોરબીની માધાપરવાડી શાળામાં લાઈફ સ્કીલ બાળમેળો યોજાયો

મોરબી,પ્રવર્તમાન પરિસ્થિતિમાં દરેક એજ્યુકેટેડ વ્યક્તિને સરકારી નોકરી મેળવવી એ મુશ્કેલ કાર્ય છે ત્યારે આજે સમાજમાં ઘણા એવા વ્યવસાયો છે,જેમાંથી લોકોને રોજગારી મળી શકે તેમ છે, બાળકો નાનપણથી જ વ્યસાયિક તાલીમ મેળવે એ માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વોકેશનલ એજ્યુકેશનની જોગવાઈ કરેલ છે દર વર્ષે જીસીઈઆરટી-ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ માટે લાઈફ સ્કીલ બાલમેળાનું આયોજન કરવામાં આવે છે

જેમાં માધાપરવાડી કન્યા શાળામાં વેસ્ટમાંથી બેસ્ટ,મેંદી મુકવી, આરતીની સજાવટ કરવી, હેર સ્ટાઈલ સજાવટ,ભરતગૂંથણ જેવી પ્રવૃતિઓ કરી લાઈફ સ્કીલના કૌશલ્યો પ્રાપ્ત કર્યા હતા, બાલમેળાની તમામ પ્રવૃત્તિઓ કરાવવામાં ચાંદનીબેન સાંણજા નિલમબેન ગોહિલ બંને બહેનોએ ખુબજ જહેમત ઉઠાવી હતી, દયાળજી બાવરવા,જયેશભાઈ અગ્રાવતે જરૂરી વ્યવસ્થાપન કર્યું હતું,