વાંકાનેર નાગાબાવાજીનાં મંદિર સામે મેળાનાં આયોજનમાં ભાવ બાંધણુ કરવા પ્રાંત અધિકારીને ધારાસભ્યની રજૂઆત

વાંકાનેર નગરપાલિકા હસ્તકનાં શ્રી નાગાબાવાજીનાં મંદિર સામે આવેલ મેળામાં મેદાનમાં યોજનાર મેળાનાં આયોજનમાં ભાવ બાંધણુ કરવા પ્રાંત અધિકારીને ધારાસભ્યની રજૂઆત

રિપોર્ટર પંડયાજી વાંકાનેર : શ્રાવણ માસ દરમ્યાન સાતમ, આઠમ, નોમ, દશમ અને અગ્યારસ તા.૦૬.૦૯.૨૦૨૩ થી તા.૧૦.૦૯.૨૦૨૩ પાંચ દિવસ માટે વાંકાનેર નગરપાલિકા ઘ્વારા જાહેર હરરાજી કરી મેળાનાં મેદાનનું સંચાલન સોંપવામાં આવેલ છે. પાંચ દિવસ યોજાનાર લોકમેળામાં કમાવવાની લાલશામાં આયોજકો દ્વારા રાઈડસ, સ્ટોલનો પ્લોટ તેમજ નાના ધંધાદારીઓ (પાથરણા વાળા) પાસેથી મનસુબી રીતે કિંમત વસુલવામાં ન આવે અને શહેરીજનો અને ધંધાદારીઓને વધારે કિંમત ન ચૂકવવી પડે તે માટે આ મેળાનાં આયોજનમાં ભાવ બાંધણુ કરાવી અને જાહેર જગ્યા પર પ્રસિધ્ધ કરાવવામાં આવે તેવી માંગ ધારાસભ્ય જીતુભાઇ સોમાણી દ્વારા કરવામાં આવી છે.