સ્પોન્સર્સ એન્ડ ગ્રૂપ લીડર્સ અને વક્તાઓ એમ ચાલીસ જેટલા વ્યક્તિઓના વરદ હસ્તે પુસ્તકનું વિમોચન, ડો.સતીષ પટેલ દ્વારા લખાયેલ એકડે એકથી પેરેન્ટિંગ પુસ્તકના વિમોચન વખતે જ 4000 પુસ્તકો ખરીદતા વાચકો
મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા આદર્શમાતા કસોટી જેવી મહા ઈવેન્ટ માટે જાણીતું છે,આ ટ્રષ્ટના પ્રમુખ અને મોરબીના જાણીતા માનીતા ડો.સતિષ પટેલે બાળ ઉછેર બે હાથમાં,આરોગ્યની આસપાસ, સ્ટેથોસ્કોપ,ઈતિવાર્તા પૂર્ણવિરામ વગેરે પુસ્તકોનું સર્જન કર્યું છે ત્યારે આજના સમયમાં બાળકનો યોગ્ય ઉછેર થાય એ માટેની ટિપ્સ આપતું પુસ્તક એકડે એકથી પેરેન્ટિંગ પુસ્તકનો વિમોચન અને સેમિનાર યોજાયો
જેમાં એક હજાર જેટલા શ્રોતાઓની ઉપસ્થિતમાં પુસ્તકના 30 જેટલા સ્પોર્ન્સર્સ અને ગ્રૂપ લીડર્સ તેમજ દશ મહેમાનો વક્તા વગેરે 40 વ્યક્તિઓ દ્વારા પુસ્તકનું વિશિષ્ટ રીતે વિમોચન થયું,ડો.નિશિથ પટેલે સૌનું શાબ્દિક સ્વાગત સાથે સાત પ પુસ્તક,પેરેન્ટિંગ,અને વીડિયો ક્લીપ વગેરે દ્વારા પેરેન્ટિંગની સુંદર સમજ આપી હતી,ત્યારબાદ અવચરભાઈ બરાસરા અને કાંતાબેન બરાસરા કે જેઓ આદર્શ પેરેન્ટ્સ છે એમના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું,
ઉપસ્થિત તમામ વક્તાઓ, શ્રોતાઓનું ફૂલ પાંદડી દ્વારા અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું,ત્યારબાદ ડો.સતીષ પટેલે પોતાની લેખનયાત્રા, જીવનયાત્રા અને મોરબીના સાહિત્યરસિક લોકો વિશે વાતો કરી પેરેન્ટિંગ સેમિનારની સમજણ આપી સૌનું અભિવાદન કર્યું હતું ત્યારબાદ સેમિનારના વક્તા ડો.નિમાબેન સિતાપરાએ તરુણોના મન મસ્તિષ્કમાં ડોકિયું વિષય સાથે બાળકની તરુણાવસ્થામાં કેવી રીતે પેરેન્ટિંગ કરવું? ની વિસ્તૃત સમજ આપી હતી.
ત્યારબાદ ડો.નિશ્ચલ ભટ્ટ બાળરોગ અને ટીનેજર્સ હેલ્થ કન્સલ્ટન્ટ,પ્રેસિડેન્ટ એસોસિએશન ઓફ પીડિયાટ્રિક્સ-૨૦૧૮ દ્વારા ઉપસ્થિત સૌને વિવિધ પ્રવૃતિ, વિવિધ ક્લિપ દ્વારા પેરેન્ટિંગ વિસ્તૃત સમજ આપી.ત્યારબાદ રાજકોટના નામાંકિત બાળરોગ નિષ્ણાંત ડો.નયન કાલાવડિયાએ બાળકોમાં પોષણની સમસ્યા અને તેના ઉપાયો વિશે ખુબજ સરસ રીતે ગહન વાતો કરી હતી,અંતમાં એકડે એકથી પેરેન્ટિંગ પુસ્તકના લેખક ડો.સતીશ પટેલે મોબાઈલની માયાજાળ વિશે પોતાની આગવી અને અનોખી શૈલીમાં વિષય રજૂ કર્યા હતા
અંતમાં પેરેન્ટિંગ વિશે સતાવતી સમસ્યાઓ વિશે વક્તાઓ અને નિષ્ણાંતોને પ્રશ્નોત્તરી દ્વારા સમસ્યાઓનું સમાધાન પ્રાપ્ત કર્યું હતું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અંબારામભાઈ ચંદ્રાસલા મંત્રી કોમનમેન ફાઉન્ડેશન સહિતના તમામ કાર્યકર્તાઓએ ખૂબજ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુચારુ સંચાલન ઈ.એન.ટી સર્જન ડો.પ્રેયશ પંડ્યાએ કર્યું હતું.