વાંકાનેર : તીથવા ગામે જુગાર રમતા ત્રણ પકડાયા જ્યારે ત્રણ પોલીસને ચકમો આપી નાસી છૂટ્યા

રિપોર્ટર પંડયાજી વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામે બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અરવિંદભાઈ ઉર્ફે મુનો ધનજીભાઈ વાઘેલા, મહેશભાઈ હરજીભાઈ બારૈયા અને મહેશભાઈ અમરશીભાઈ વાઘેલા ને તીનપતિનો જુગાર રમતા ઝડપી પાડયા હતા

જયારે ટિનુભાઈ ધરમશીભાઈ વાઘેલા, ભાવેશભાઈ ઉકાભાઈ વાઘેલા અને અનીલભાઈ બાબુભાઈ વાઘેલા નામના શખ્સો પોલીસને જોઈ ભાગી છૂટયા હતા .પોલીસે રોકડા રૂપિયા 1390 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.