રાજકોટ ઝોન મિલેટ વાનગી સ્પર્ધામાં મોરબી જીલ્લાએ મેળવ્યું દ્વિતિય સ્થાન

અડદના નહિં આ તો જારના લોટના અડદિયા છે

સમગ્ર દેશમાં જ્યારે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ચાલી રહ્યું છે. ત્યારે આપણે જાણી શક્યા છીએ કે મિલેટસમાંથી પણ સ્વાદિષ્ટ અવનવી વાનગી બનાવી શકાય છે.

આ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત અલગ-અલગ સ્થળોએ મિલેટસની વાનગી સ્પર્ધાનું  આયોજન થતું રહે છે ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મિલેટસની વાનગી સ્પર્ધાનું  આયોજન કરવામાં આવ્યું હતું .

જેમાં તા ૧૧/૦૮/૨૦૨૩ના રાજકોટ ઝોનના ૯ જિલ્લા તેમજ 3 કોર્પોરેશનના મળીને કુલ ૩૬ આંગણવાડીની કાર્યકરોએ ભાગ લીધો હતો. જેમાં મોરબી જીલ્લાના ઉમિયાનગર આંગણવાડી કેન્દ્રના કાર્યકર ઘોડાસરા કિરણબેન અંબારામભાઈ એ પૂર્ણાશક્તિ અને જારના લોટના અડદિયાની વાનગી બનાવી દ્વિતીય નંબર મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જે બદલ જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા તેમજ જિલ્લા વહીવટીતંત્રએ કિરણબેનને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.