મોરબીના જાણીતા અને માનીતા એન્કર,કાર્યક્રમના સંચાલક અને મોરબીના શિક્ષણ જગતમાં શિક્ષક, આચાર્ય, સીઆરસી કો.ઓર્ડીનેટર, બીઆરસી eકો.ઓર્ડીનેટર, નવરચિત મોરબી જિલ્લાના નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને હાલ મોરબી જિલ્લાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ તરીકે યશસ્વી કામગીરી કરતા Do Our Duty Life is Beauty ના જીવનમંત્ર સાથે સતત સત્તર વર્ષ સુધી સર્વ શિક્ષા અભિયાન હેઠળ બીઆરસી કો.ઓર્ડીનેટર તરીકે ખંતપૂર્વક, નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રાજ્યના બેસ્ટ બીઆરસી તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કરનાર
મોરબીમાં ચાલતા અનેક સેવાકીય સંગઠનો જેવા કે ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ,માં મંગલમુર્તિ દિવ્યાંગ બાળકોની શાળા, યંગ ઈન્ડિયા ગ્રૂપ વગેરે દ્વારા આયોજિત યુવા જ્ઞાનોત્સવ, સેતુબંધ ટ્રષ્ટ દ્વારા આયોજિત એક દિકરી ધરાવતી માતાનું સન્માન,કોમનમેન ફાઉન્ડેશન દ્વારા આયોજિત આદર્શમાતા કસોટી વગેરેમાં જેમની ચાવીરૂપ ભૂમિકા હોય છે, મોરબી યોજાતા સરકારી કાર્યક્રમમાં અને સ્વૈચ્છિક સંગઠન દ્વારા યોજાતા વિવિધ કાર્યક્રમોમાં રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીના સાંસ્કૃતિક કાર્યક્રમમો સંચાલક તરીકે ઉત્તમ ભૂમિકા ભજવતા સારા વક્તા,ઉત્તમ પ્રવક્તા અને સંચાલક સૌને મદદરૂપ થતા એવા દિનેશભાઈ વડસોલાએ ટંકારા ખાતે જિલ્લાકક્ષાના 77 માં સ્વાતંત્ર્ય પર્વનું સફળ અને સુચારુ સંચાલન કર્યું હોવાના કારણે જી.ટી.પંડ્યા કલેકટરના વરદ હસ્તે સન્માન કરાયું હતું
દિનેશભાઈ વડસોલાના સન્માનનું સંચાલન ડી.એ.ઝાલા ડેપ્યુટી કલેકટરે કરતા જણાવ્યુ હતું કે દિનેશભાઈનું સંચાલન હોય એટલે એમને પ્રોટોકોલની ચિંતા ન હોય તેમજ તેઓ સરસ રીતે પ્રસંગને અનુરૂપ પ્રસંગ,વાક્યો, સુવિચારો,ઉક્તિઓ સુક્તિઓ ઉમેરતાં હોય છે એટલે કાર્યક્રમ દિપી ઉઠે છે, દિનેશભાઈ વડસોલાએ તમામ શિક્ષકો વતી, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વતી સન્માન કરવા બદલ કલેકટરનો આભાર પ્રકટ કર્યો હતો.