વાંકાનેર : ગારીડા ગામ ખાતે તાલુકા કક્ષાના સ્વાતંત્રતા પર્વની આન બાન અને શાનથી ઉજવણી કરાઇ

(રિપોર્ટર પંડયાજી વાંકાનેર) : સ્વતંત્રતા પર્વ નિમિત્તે વાંકાનેર વિસ્તારની મોટાભાગની સરકારી કચેરીઓ, શાળા-કોલેજ, વિવિધ સંસ્થાઓ ખાતે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

આજે 77 માં સ્વતંત્રતા પર્વની વાંકાનેર વિસ્તારમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાંકાનેર વિસ્તારની મોટાભાગની સરકારી કચેરીઓ, શાળા-કોલેજ, સંસ્થાઓ ખાતે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. વાંકાનેર તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ગારીડા ગામ ખાતે યોજાયો હતો, જેમાં પ્રાંત અધિકારીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ સાથે જ ધ્વજવંદન બાદ વિવિધ ક્ષેત્રોમાં સેવા આપનાર તથા શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા.

આ સાથે જ ગારીડા ગામ ખાતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, તેમજ વહીવટી તંત્ર દ્વારા ગારીડા ગ્રામ પંચાયતને ગામના વિકાસ માટે રૂ. 5 લાખની રકમ આપવામાં આવી હતી. આ તકે ગામના સરપંચ યુનુસભાઈ માથકીયાએ વહિવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.‌