(રિપોર્ટર પંડયાજી વાંકાનેર) : વાંકાનેર શહેર નજીક આવેલી ભાટિયા સોસાયટી નું મહાકાળી મહિલા મંડળ દ્વારા સત્સંગ હોલ ખાતે પરસોતમ માસ દરમ્યાન કાઠા ગોર બનાવી નિયમિત ગોપીઓ દ્વારા આસ્થાભેર ભગવાનની પૂજા અર્ચના કરી હતી જેમાં અમાસ એટલે કે અધિક માસના અંતિમ દિવસે મહિલા મંડળ દ્વારા વિવિધ સાત ધાન નું મંડળ ભરવામાં આવેલ સાથે જ સોસાયટીના ભૂદેવોને ભોજન કરાવ્યું હતું.
૧૨૫ થી વધુ મહિલાઓ સાથેનું મહાકાળી મહિલા મંડળ દ્વારા દર વર્ષે એક પારાયણનું ધાર્મિક આયોજન કરવામાં આવે છે તેમજ વર્ષ દરમ્યાન આવતા તમામ ધાર્મિક તહેવારોની આસ્થાભેર ઉજવણી કરવામાં આવે છે. નાતજાતના ભેદભાવ વગર તમામ હિન્દુ સમાજના મહિલાઓ દ્વારા મંડળની સ્થાપના કરવામાં આવી છે અને સોસાયટીમાં વિશાળ સત્સંગ હોલ ની સ્થાપના કરવામાં આવી છે જ્યાં રોજ સાંજે ધૂન ભજન સંધ્યા કરવામાં આવે છે. આજે અધિક માસના અંતિમ દિવસે મહિલા મંડળ દ્વારા જાતે જ મોહનથાળ , ભજીયા , પૂરી , શાક , દાળ ભાત સહિત ફૂલ ડીશ સાથે ભૂદેવોને ભોજન કરાવી દક્ષિણા આપી હતી. અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.