મોરબી યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા શ્રમજીવી વિસ્તારોમાં કાલે રવિવારે મેગા મેડિકલ કેમ્પ યોજાશે

મેડિકલ કેમ્પનો તમામ શ્રમજીવીઓને લાભ લેવા યંગ ઇન્ડિયા ગ્રુપની અપીલ

મોરબી : દરિદ્ર નારાયણ દર્દીની સેવા એ સાચી માનવ સેવાને સાર્થક કરતું મોરબી યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા ફરી એકવાર દર્દી નારાયણની સેવા માટે પહેલ કરવામાં આવી છે. જેમાં મોરબી યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા શ્રમજીવી વિસ્તારોમાં કાલે રવિવારે મેગા મેડિકલ કેમ્પ યોજાશે. આ મેડિકલ કેમ્પનો તમામ શ્રમજીવીઓને લાભ લેવા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અપીલ કરવામાં આવી છે.

માનવ સેવા એજ પરમોધર્મમા માનનાર અને પોતાની સેવાકીય પ્રવૃતિઓ તેમજ કોઈપણ આફત અથવા કોઈપણ સમયે ૨૪×૭ લોકોની મદદ કરવા કરવા તત્પર રહેતા અને વર્ષ દરમ્યાન ૧૬૦ થી વધુ જનહિતની પ્રવૃતિઓ કરતું યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા વધુ એક આરોગ્ય સેવાની પહેલ કરવામાં આવી છે. જેમા મોરબીના શ્રમજીવી વિસ્તારોના શ્રમિક વર્ગ, સફાઈ કર્મચારીઓ તેમજ રોજનું કમાય અને રોજનુ ખાતા હોય તેવા લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા આવતીકાલે એટલે કે રવિવાર તારીખ ૨૦/૦૮/૨૩ ના સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ દરમ્યાન શ્રમજીવી વિસ્તાર (સાર્વજનિક પ્રા. શાળા, વણકરવાસ, મોરબી) ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં મોરબીની ખ્યાતનામ સમર્પણ હોસ્પિટલના નામાંકિત ડોકટરો જેવા કે ઓર્થોપેડિક ડોક્ટર, સ્કિન ડોક્ટર, પીડિયાટ્રીશ્યન ડોક્ટર, જનરલ સર્જન, બ્લડ ગ્રૂપ ચેકઅપ માટે લેબોરેટરી ટીમ, થતા કેસર ફિઝિયોથેરાપી સેન્ટરના ખ્યાતનામ ડોકટર્સ પોતાની સેવાઓ આપશે. તેમજ ગરીબ વર્ગ માટે સરકારના આયુષ્યમાન ભારત કાર્ડ યોજના પર વિનામૂલ્યે આપાતી વિવિધ સેવાઓની યોગ્ય માહિતી લોકોને આપવામાં આવશે. તેથી આ મેગા મેડિકલ કેમ્પનો વધુમાં વધુ લોકોને લાભ લેવા યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ અનુરોધ કર્યો છે.