મોરબી : માણેકવાડા શાળામાં મોંઘામુલનું વોટરપ્યુરીફાયર અર્પણ કરતી સેટેલાઇટ ઇન્ડસ્ટ્રીઝ

પેડ કી શોભા પાન સે હોતી હૈ l
ઈન્સાન કી શોભા જ્ઞાનસે હોતી હૈ l
ધનવાન હોનેસે કુછ નહિ હોતા હૈ l
ધનવાન કી શોભા દાનસે હોતી હૈ l

મોરબીના લોકો સતત કંઈક ને કંઈક દાન કરતા રહેતા હોય છે એમાંય સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને ઉપયોગી પાયાની સગવડો પુરી પાડવી,શૈક્ષણિક કીટ અર્પણ કરવી,વગેરે દાનની પ્રવૃત્તિઓ કરી બાલ દેવો ભવ: ની ભાવનાને સાર્થક કરતા હોય છે

ત્યારે અત્રેની માણેકવાડા શાળામાં સોડિયમ સિલિકેટ બનાવતી રંગપર ગામ પાસે આવેલ સેટેલાઇટ ઇન્ડસ્ટ્રીઝ ના માલિક માણેકવાડા ગામના હિરેનભાઈ રતિલાલ દેત્રોજાએ 25000/- રૂપિયા પચ્ચીસ હજાર નું મોંઘામુલનું આધુનિક ટેકનોલોજી વાળું વોટરપ્યુરીફાયર શાળાને અર્પણ કરેલ હોય બાળકો હોંશે હોંશે શુદ્ધ પાણી પીને તરસ છીપાવી રહ્યા છે અને દિલેર દાતા હિરેનભાઈનો હૃદયપૂર્વક વંદન રહ્યા છે.દાતાના અદકેરા દાનને શાળાના આચાર્ય વિપુલભાઈ અઘારા તેમજ શાળા પરિવાર દિલથી આભાર પ્રકટ કર્યો છે.