મોડેલ સ્કૂલ-મોટીબરાર ખાતે શાળા કક્ષાનો વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું

તા.૧૯-૦૮-૨૦૨૩ ને શનિવાર ના રોજ મોડેલ સ્કૂલ-મોટીબરાર તા.માળિયા જિ.મોરબી ખાતે શાળા કક્ષાનો વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં dhorn-૯ ના કુલ ૦૮ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો જેમાં પ્રથમ કૃતિમાં ચાવડા બંશી અને બાલાસરા હર્ષિતા એ આયુર્વેદિક લિકવિડ મચ્છર ભગાવવા માટે ની કૃતિ રજૂ કરી હતી તથા દ્વિતીય કૃતિમાં ડાંગર ભક્તિ અને ડાંગર દિયા એ સ્માર્ટ ઘરની કૃતિ રજૂ કરી હતી તથા તૃતિય કૃતિ કાનગડ તેજસ્વી અને ડાંગર ધરતી એ રોગ ભગાવો અને નિરોગી રહો કૃતિ રજુ કરી હતી તથા ચતૃથ કૃતિ બોરીચા દર્શના અને ડાંગર કાજોલ એ પ્લાસ્ટોસકોપ કૃતિ રજુ કરી હતી

આ કૃતિના નિર્ણાયક તરીકે શાળાના આચાર્ય બી.એન. વીડજા (વર્ગ-૨) અને બધા શિક્ષકોએ ભૂમિકા નિભાવી હતી શાળાના દરેક વિદ્યાર્થીઓ એ કૃતિને નિહાળી આ તકે આચાર્ય બી.એન. વીડજા એ દરેક વિદ્યાર્થીને વિજ્ઞાનના અવનવા સંશોધન માટે પ્રેરાય એ માટે માર્ગદર્શન આપ્યું અને આગામી વિજ્ઞાન મેળામાં માટે શુભેકક્ષા પાઠવી