મોરબી જિલ્લામાં ઠેર ઠેર ખનીજ ચોરી યથાવત ખનીજ વિભાગમાં હપ્તારાજ ના કારણે ભૂમાફિયા ફાવી ગયા ?
મોરબીમાં જિલ્લામાં ઠેર ઠેર ખનીજ ચોરી થાય છે ખનીજ ચોરીના કારણે સરકારી તિજોરીને અનેક ગણું નુકશાન થાય છે હળવદમાં છાસવારે ખનીજ ચોરી થતી ના સમાચારો આવ્યા કરે છે જેમાં થોડા દિવસ પહેલા જ સ્થાનિક પોલીસ અને LCB એ ખનીજ ચોરી પકડી હતી જ્યારે ખનીજ વિભાગના અધિકારીઓ અને કર્મચરીઓની સૂતા હોય તેવું લાગી રહ્યું છે ખનીજ વિભાગને મોરબી જિલ્લા ખનીજ ચોરી દેખાતી જ નથી તેવું લાગી રહ્યું છે મોરબી અનેક વિસ્તારોમાં મોટા મોટા ડુંગરને ઉંદર કોતરી ગયા હોય તેમ ખનીજ ચોરી થય છે તેમ છતાં ખનીજ વિભાગના ધ્યાનમાં આવતું નથી ?
મોરબીમાં જિલ્લા અનેક લીઝમાં મને ફાવે તેમ ખનીજ કાઢવામાં આવે છે લીઝ મુજબ કામગીરી કરવા આવતી નથી જો બધી લીઝો ને માપણી કરવામાં આવે તો અનેક લીઝ ધારકો ને દંડ થાય શકે તેમ છે થોડા દિવસ પહેલા ટીંબડી વિસ્તારમાં લીઝ ધારકોને ખોટી રીતે લીઝ ઉપયોગ કરવામાં બદલામાં કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો એટલે આમ જોવા જઈએ તો મોરબી અનેક લીઝ ધારકો લીઝ સિવાયના વિસ્તારોમાં થી ખનીજ કાઢે છે એટલે આવા લીઝ ધારકોની માપણી કરવી જરૂરી છે માપણી કરવામાં આવે તો અનેક લીઝ ધારકોને દંડ આવે તે ચોક્કસ છે
આવનાર દિવસોમાં જોવાનું રહ્યું કે ખનીજ વિભાગ લીઝ ધારકોને આપેલ મંજૂરી મુજબ જ ખનીજ કાઢવા દે કે પછી કે પછી લીઝના નામે ખનીજ ચોરી કરવા દે છે ? જો લીઝ મુજબ ખનીજ કાઢવા દે છે તો તેની માપણી થવી જરૂરી છે માપણી ના આધારે જ લીઝ ની માહિતી મળી શકે કે પછી હપ્તરાજના વાયરામાં લીઝ ધારકો ખનીજ વિભાગને જકડી રાખશે ?