માળીયા (મીં)પોલીસ સ્ટેશન દ્વારા એમ.વી.એક્ટ ૨૦૭ ના કામે ડીટેઇન કરેલ ૧૯ વાહનો તથા જી.પી.એકટ ૮(૨) મુજબ ૦૫ વાહનો તથા સી.આર.પી.સી. એક્ટ ૧૦૨ મુજબ ૦૫ CRPC-૪૧(૧)ડી ત્રી વ્હીલર ૦૧, બી.પી.એક્ટ-૧૨૪ મુજબ ૧ વાહન મળી કુલ ૩૧ વાહનોની સ્ક્રેપ પોલીસી મુજબ જાહેર હરાજી તા.૧૩/૦૯/૨૦૨૩ ના રોજ ૧૨:૦૦ કલાકે માળીયા (મીં) પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ છે.
આ હરાજીમાં ભાગ લેવા ઇચ્છુક વ્યક્તિઓએ એડવાન્સ ડીપોજીટ પેટે રૂ.૨૫,૦૦૦/- તેમજ એટલી જ રકમનો ડ્રાફટ હરાજી સમયે પોલીસ સ્ટેશન ખાતે, જમા કરવાનો રહેશે. હરાજીની શરતો હરાજીના સમયે વાંચી સંભળાવવામાં આવશે તેમ માળીયા (મીં) પોલીસ સબ ઈન્સપેક્ટર દ્વારા જણાવાયું છે.