માળિયા : મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણીના ભાગ રૂપે વિદ્યાર્થીઓ માટે શાળામાં રાખડી નિર્માણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળાના ધોરણ 3 થી 8 ના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ સુંદર મજાની રાખડીઓનું નિર્માણ કર્યું હતું.
આ સ્પર્ધામાં શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ કાનગડ રાધિકા, પરમાર કવિતા અને ખડોલા ચંદ્રિકાને નિર્ણાયક તરીકે રાખવામાં આવ્યા હતા. ધોરણ 3 થી 5 ની સ્પર્ધામાં ચાવડા આયુશી વનરાજભાઈ પ્રથમ, હુંબલ દિક્ષિત અશોકભાઈ દ્વિતીય તેમજ જાડેજા હરસીધ્ધીબા યોગેન્દ્રસિંહ એ તૃતીય ક્રમ મેળવ્યો હતો. સાથે ધોરણ 6 થી 8 ની સ્પર્ધામાં ભોજવિયા પ્રિતમ સવજીભાઈ પ્રથમ, ડાંગર પૂર્વા દિનેશભાઈ દ્વિતીય તેમજ જાડેજા મયુરસિંહ ઉપેન્દ્રસિંહ એ તૃતિય ક્રમ મેળવ્યો હતો.
આ તમામ વિદ્યાર્થીઓને શાળાના શિક્ષક રવિભાઈ મઠિયા તરફથી પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. આ તકે શાળાના આચાર્ય અનિલભાઈ બદ્રકિયા અને શાળા પરિવારે વિજેતા થનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.