મોરબીમાં આધેડની હત્યા મામલે સાત વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબીમાં સપ્તાહ પૂર્વે ગુમ થયેલા મુસ્લિમ આધેડની હત્યા કરી મૃતદેહ સળગાવી ખાડામાં દાટી દેવામાં આવ્યો હતો જે મૃતદેહ બહાર કાઢી પોલીસે હત્યાના બનાવ મામલે સાત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

મોરબીના વિસીપરામાં રહેતા રીયાઝ તાજમહમદ ભટ્ટીએ આરોપીઓ બાલુભાઈ થોભણભાઈ અઘારા, જીતેશભાઈ બાલુભાઈ જાલરીયા, રમેશભાઈ અરજણભાઈ અઘારા, વિશાલ રમેશભાઈ વાઘડીયા, ભાવેશ થોભણભાઈ અઘારા, જયદીપ કાનાભાઈ સેરશીયાઅને થોભણભાઈ ઘેલાભાઈ અઘારા રહે મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના પિતા તાજમહમદ કરીમભાઈ ભટ્ટી (ઉ.વ.૪૭) વાળા દસ પંદર વર્ષથી જમીન દલાલીનું કામ કરે છે અને થોભણભાઈ અઘારા રહે ભડિયાદ વાળા પણ જમીનનો ધંધો કરતા હોવાતી તેને ઓળખતા હતા ગત તા. ૧૯ ના રોજ પિતાજી તાજમહમદ ભટ્ટી અને માતા રજીયાબેન ઘરે હાજર હતા ફરિયાદી તેના દીકરાને દવાખાને દાખલ કરેલ હોવાથી ત્યાં રોકાયો હતો બપોરે નાના ભાઈ સાહિલનો ફોન આવ્યો જેમાં માતાએ વાત કરી કે તારા પિતા બાલુભાઈ અઘારા સાથે જમીન જોવા અને સોદો કરવા ગયા છે અને પિતાના ઓબૈલમાં ફોન કરતા ફોન બંધ આવતો હતો જેથી પિતાના મિત્ર હકાભાઇ પટેલને ફોન કરતા તેને પિતા અને બાલુભાઈને ફોર્ચ્યુંનર ગાડીમાં ભડિયાદ ગામ બાજુ જમીન જોવા ગયા હોવાનું જણાવ્યું હતું પિતાની ગાડી સેવા સદન રાખી છે

પિતાની શોધખોળ કરવા સેવાસદન ચેક કરતા પિતાની સ્વીફ્ટ ગાડી રેઢી મળી આવી હતી અને પિતાના મોબાઈલમાં ફોન કરતા બંધ આવતો હતો જેથી પિતાના મિત્ર હકાભાઇના મોબાઈલમાં વાત કરી બાલુભાઈ પટેલ અને તેના પિતા થોભણભાઈના નંબર લીધા હતા અને બંનેને અવારનવાર ફોન કર્યા છતાં સવાર સુધી ફોન ઉપડ્યા નહિ બીજા દિવસે પિતાની તપાસ કરવા છતાં મળી આવ્યા નહિ અને પિતાનો મોબાઈલ બંધ જ આવતો હતો જેથી ગુમ થયાની પોલીસ મથકમાં ૨૧ ફેબ્રુઆરીના રોજ જાહેરાત કરી હતી તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ પિતા તાજમહમદની ગુમસુધા તપાસ દરમિયાન શકદાર તરીકે નામ આપેલ તે બાલુભાઈ થોભણભાઈની પોલીસે પૂછપરછ કરતા અગાઉ જમીન લે વેચના રૂપિયા લઇ દસ્તાવેજ નહિ કરાવી આપતા અને તાજેતરમાં તેના પિતા પાસે જમીન અપાવવાના બહાને રૂ ૫ લાખ લઇ લીધા હતા જેથી તા. ૧૯ ના રોજ પિતાને જમીન બતાવવાના બહાને બોલાવી લાલબાગ સેવાસદન ખાતેથી ફોર્ચ્યુંનર ગાડીમાં બેસાડી ભડિયાદ તરફ લઇ ગયા હતા

રસ્તામાંથી જીતેશ જાલરીયા, રમેશ જાલરીયાને બેસાડી ભડિયાદ પાસે ફાર્મ હાઉસ ગયા હતા જ્યાં અગાઉથી વિશાલ વાઘડીયા, બાલુભાઈનો ભાઈ ભાવેશ હાજર હતા અને રૂપિયાની રકઝક કરી પિતા થોભણભાઈ અને તેના જમાઈ જયદીપ સેરશીયાને બોલાવી પ્લાસ્ટિક પાઈપ વડે અને લાકડાના બડીકા વડે તેમજ ઢીકા પાટું માર મારી મોત નીપજાવ્યું હતું અને લાશ કારમાં નાખી પીપળી રોડ પર કારખાને લઇ જઈને ખાડો કરાવી લાશ નાખી લાકડા અને ડીઝલ વડે સળગાવી દઈને દાટી દઈને સિમેન્ટ ક્રોન્કિટ ધાબુ કરી નાખ્યું હતું જેથી પોલીસે એકઝીકયુંટીવ મેજીસ્ટ્રેટ, fsl અને ફાયર બ્રિગેડ ટીમ તેમજ પોલીસ ટીમે ખાડો ખોદાવતા તેમાંથી સિમેન્ટ પતરાના અવશેષો, લાકડાના કોલસાના અવશેષો, માનવ કંકાલ બળેલા અવશેષો મળી આવ્યા હતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે


Leave a Comment