
ઉમા ટાઉનશીપમાં ઉમિયા માતાજીના મંદિર સિદ્ધસર મહિલા સમિતિ મોરબી દ્વારા મંત્રી કાંતિભાઈ અમૃતિયાની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે પંચમુખી ગરબા મંડળ દ્વારા યજ્ઞ સાથે આનંદનો ગરબો કરી પ્રાર્થના કરવામાં આવી.

જયારે પણ આપણે બીજાને મદદ કરી શકવા સક્ષમ ના હોય ત્યારે પ્રાર્થના દ્વારા પોઝિટિવ ઉર્જાના વાઈબ્રેશન વ્યક્તિ સુધી પહોંચાડી મદદ કરી શકીયે છીએ. સાચા અને શુદ્ધ ભાવથી થયેલ પ્રાર્થના અશક્ય ને પણ શક્ય બનાવવાની ક્ષમતા ધરાવે છે જે ઉમા ટાઉનશીપના તેમજ મહિલા સમિતિ મોરબી ના બહેનોએ બહોળી સંખ્યામાં હાજર રહી લોકલાડીલા કાંતિભાઈ અમૃતિયા સાહેબની તંદુરસ્તી માટે પ્રાર્થના કરેલ છે





