આજ રોજ
ગાંધીનગર વિધાનસભા ભવન ખાતે ધારા સભ્ય શ્રી દુલ્લભજીભાઇ દેથરિયા અને મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારો એ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની મુલાકાત કરી હતી.
જેમાં હાલ માં ઇરાન – ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ને હિસાબે ઇમ્પોર્ટડ ગેસ અને એક્સપોર્ટ માં સિરામિક ઉદ્યોગ માં જે તકલીફ ઉભી થઇ છે તે બાબત માં ઉંડાણ પુર્વક ચર્ચા કરી હતી. જેમાં સિરામિક ઉદ્યોગ ને કંઇ રીતે લાભ આપી શકાય તે બાબતે મુખ્યમંત્રી શ્રી એ વિસ્તૃત ચર્ચા કરી હતી.
યુધ્ધ ને લિધે સિરામિક ઉદ્યોગ ને પડતી તમામ મુશ્કેલીઓ માં રાજ્ય સરકાર હર હંમેશા સાથે રહેશે અને શક્ય તમામ મદદ કરવા મુખ્યમંત્રી શ્રી એ ખાતરી આપી હતી જે બદલ સિરામિક એસોસિએશન ના હોદ્દેદારો એ મુખ્યમંત્રી શ્રી નો આભાર માન્યો હતો.
સાથો સાથ રાજ્ય સરકાર ના ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરિયા અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ , રાજ્ય સરકાર ના અગ્ર સચિવ એમકે દાસ અને ગુજરાત ગેસ ના એમડી શ્રીમતી અવંતિકાસિંગ ને રુબરુ મળી ઉધોગ ના પ્રશ્નો અને ગેસ ના પુરવઠા બાબતે ચર્ચા કરી હતી જેમાં પણ રાજ્ય સરકાર ઉધોગ સાથે રહી ને વિકટ પરિસ્થિતિ માં ઉધોગ ના વિકાસ માટે હર હમેશા તૈયાર રહેશે. સિરામિક ઉદ્યોગ ના વિવિધ પ્રાણ પ્રશ્નો બાબતે રાજ્ય સરકાર અગ્રેસર રહી યુધ્ધ ની પરિસ્થિતિ માં ઉધોગ ની ઉન્નતિ અને વિકાસ માટે સાથ સહકાર આપશે જે બદલ રાજ્ય સરકાર નો સિરામિક એસોસિએશન ના હોદ્દેદારો આભાર માને છે.
પ્રમુખ શ્રી
મોરબી સિરામિક એસોસિએશન






