મોરબીમાં તારીખ 11 થી 20 દરમિયાન બોર્ડની પૂરક પરીક્ષા યોજાશે 

મોરબી જિલ્લા પરીક્ષા સમિતિની મીટીંગ માનનીય કલેક્ટર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ આજરોજ યોજાઇ હતી આર. એ.સી. ખાચર પુરક પરીક્ષા ને હળવાશથી ન લેવા અને તમામ તકેદારી રાખવાની શીખ આપી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશભાઈ મોતાએ મોબાઈલ કે કોઈ ઈલેક્ટ્રીક ગેજેટ વિદ્યાર્થી અંદર ન લઈ જાય તે માટે પરીક્ષા પહેલા જ ચકાસણી કરવાની સ્થળ સંચાલકઓને તાકીદ કરી હતી.

ધોરણ 10 ઝોનલ શૈલેષભાઈ મેરજા અને ધોરણ 12 ઝોનલ ભાવેશભાઈ ભાલોડીયા એ પાટા એપ્લિકેશન અને અન્ય આનુસંગિક વ્યવસ્થા વિશે ચર્ચા કરી હતી પીજીવીસીએલ વિભાગ તરફથી અવિરત વીજ પુરવઠો એસટી વિભાગ તરફથી નિયમિત બસ સેવા અને પોલીસ વિભાગ તરફથી જરૂરી બંદોબસ્તની ખાતરી આપવામાં આવી હતી. પૂરક પરીક્ષા ધોરણ 10 માં 5 બિલ્ડિંગમાં 44 બ્લોકમાં કુલ 1241 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2 બિલ્ડિંગ ને 11 બ્લોકમાં 308 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 2 બિલ્ડિંગને 15 બ્લોકમાં કુલ 306 વિદ્યાર્થીઓ એમ કુલ 1855 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે


Leave a Comment