
મોરબીના વોટર વકર્સ વિભાગ દ્વારા ક્લોરિન ડોસીંગ સિસ્ટમથી શહેરના તમામ ઝૉનમાં પીવાના શુદ્ધપાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવશે

મોરબી મહાનગરપાલિકામાં સમાવેશ થતાં હદ વિસ્તારમાં શુદ્ધ ક્લોરીનેશન કરેલ પાણી પુરવઠો આપી શકાય તે માટે ક્લોરીન ડોસીંગ સીસ્ટમ લગાવવા માટે અંદાજીત DPR બનાવીને સરકારશ્રી માં મંજુરી અર્થે સમગ્ર પ્રોજેક્ટ મોકલ્યો હતો,અંદાજે ૨.૩૫ કરોડ ના ખર્ચે આ ક્લોરીન ડોસીંગ સીસ્ટમ મોરબી મહાનગર પાલિકાની વોટરવર્કશ શાખા દ્વારા કામગીરી કરવામાં આવી છે, જેની સૈધ્ધાંતીક મંજુરી મળ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા પુર્ણ કરી ક્લોરીન ડોસીંગ સીસ્ટમની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. જાહેર આરોગ્ય, સુરક્ષા અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને આગળ વધારતાં, પાણી શુદ્ધિકરણ પ્લાન્ટમાં તેમજ પંપીગ સ્ટેશનમાં અદ્યતન ક્લોરીન ડોસીંગ સિસ્ટમ સફળતાપૂર્વક સ્થાપિત કરી કાર્યરત કરવામાં આવી છે. આ ક્લોરીન ડોસીંગ સિસ્ટમ નીચે દર્શાવેલ ફિલ્ટર પ્લાન્ટ અને પંપીગ સ્ટેશન પર લગાવેલ છે.
જેથી મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં શુદ્ધ પાણી ક્લોરીનેશન કરેલ પાણી શહેરીજાનો ને મળી રહેશે. આ કામગીરી થી મોરબીન રહેવાસીઓને શુદ્ધ પાણીનો પુરવઠો મળી રહેતા તમામ વિસ્તારોમાં શુદ્ધપાણી પુરવઠો મોરબીમહાનરપાલિકા દ્વારા પૂરો પાડવામાં આવતા પાણી જન્ય થતાં રોગોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાશે.
(નોંધ: મોરબી મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોની વિગત નીચે કોષ્ઠક માં આપેલ છે.)
ક્રમ નં
પપીંગ સ્ટેશનના નામ
લાભ પાત્ર વિસ્તાર
૧
દાણાપીઠ
વાઘપરા, કબીર ટેકરી, વજેપર, હરીજનવાસ, રબારીવાસ, બોરીચાવાસ, લખધીરવાસ વગેરે વિસ્તાર.
૨
પંચાસર
પંચાસર રોડ, નાની કેનાલ રોડ, આવાસ યોજના, હાઉસીંગ બોર્ડ વગેરે વિસ્તાર.
૩
રણછોડનગર
લાઇન્સનગર, રણછોડનગર, નીધીપાર્ક, યમુનાનગર, અમ્રુતપાર્ક, વગેરે વિસ્તાર.
૪
દરબારગઢ
દરબારગઢ થી નહેરુગેટ વિસ્તાર
૬
શનાળા
અવનિ ચોકડી, શનાળા રોડ,રવાપર કેનાલ રોડ શનાળા બાયપાસ સુધી





