મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષકનું COMMUNITY CONTRIBUTION AWARD થકી અપાયું સન્માન

મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વિજયભાઈ દલસાણીયાનુ MORBI NUMISMATIC CLUB મારફત COMMUNITY CONTRIBUTION AWARD વિદ્યાર્થીઓ સમક્ષ આપવામાં આવ્યો.વિજયભાઈએ કરેલ અનેક ક્ષેત્રોમાં વિવિધસભર, પ્રશંશનીય કામગીરીની નોંધ લઈને આ સંસ્થાના ચેરમેનશ્રી એડવોકેટ (સુપ્રીમ કોર્ટે ઓફ ઈન્ડિયા)કલા ધરોહર સંયોજક-સંસ્કારભારતી, લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં છ વખત સ્થાન મેળવનાર મિતેશભાઈ દવે અને સંસ્થાના વાઈસ પ્રેસિડેન્ટ દર્શનભાઈ દવે અને લેખક પરમ જોલપરા મારફત આપવામાં આવ્યું.
મિતેશભાઈ દવેની તીવ્ર ઇચ્છા હતી કે આ સન્માન બાળકો સમક્ષ આપવામાં આવે સાથે સૌથી મૂલ્યવાન ભેટ એ હતી કે દશ રૂપિયાની નોટ આપી જેમાં નંબર વિજયભાઈની જન્મતારીખના હોય,
વિજયભાઈ એ પણ કહ્યું કે આ નોટની ભેટ તેમને હંમેશાં યાદ રહેશે સાથે આ સંસ્થાનો અને મિતેશભાઈ, દર્શનભાઈ અને પરમભાઈનો તથા શાળાના આચાર્યશ્રી ભક્તિબેનનો તથા સ્ટાફનો પણ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.
આ સન્માન તેમનામાં નવી ઉર્જાનો સંચાર કરશે.


Leave a Comment