
મોરબીમાં શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ પ્રવિણભારતી ચંદ્રકાંતભારતી ગોસ્વામી ટીમ દ્વારા મોરબી દશનામ ગોસ્વામી સમાજના પંદરમા સમુહ લગ્નોત્સવનું આયોજન તા.૨૨-૨-૨૬ રવિવારે સવારે ૯ વાગ્યે મોરબીના શ્રી રામધન આશ્રમ મહેન્દ્રનગર મોરબી -૨ ખાતે યોજાશે
આ સમુહલગ્ન માં પ યુગલો લગ્નગ્રંથિ માં જોડાશે સમુહલગ્ન માં કન્યાઓને કરિયાવર માં સોના-ચાંદી ના દાગીના સહિત ૮૯ ચીજવસ્તુઓ ભેટ આપવા માં આવશે
આ સમુહ લગ્નમાં સંતો મહંતો સહિત સૌરાષ્ટ્ર ગુજરાતના
દશનામ ગોસ્વામી સમાજના અગ્રણીઓ આગેવાનો ઉપસ્થિત રહેશે આ સમુહ લગનનું આયોજન ફક્ત દશનામ ગોસ્વામી સમાજના સહયોગથી છેલ્લા ૧૫ વર્ષથી
સફળતા પુર્વક કરવામાં આવે છે.






